કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભાજપ કાર્યકરો સાથે દિવાળી અને નવું વર્ષ મનાવશે

TV9 GUJARATI

|

Updated on: Oct 21, 2022 | 4:56 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી ગુજરાત પ્રવાસે છે. આમ તો દર વર્ષે અમિત શાહ દિવાળી અને નવુ વર્ષ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે. જો કે આ વખતે અમિત શાહ ભાજપ પરિવાર સાથે આ તહેવારોની ઉજવણી કરવાના છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, ભાજપ કાર્યકરો સાથે દિવાળી અને નવું વર્ષ મનાવશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન ગુજરાતમાં દિવાળી મનાવશે
Image Credit source: TV9 GFX

Follow us on

આજે એકાદશીથી દિવાળીના (Diwali 2022) તહેવારોની શરુઆત થઇ ગઇ છે. ત્યારે દિવાળી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) પોતાના વતનમાં જ મનાવશે. આજથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. 26 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે અમિત શાહ આવશે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ ભાજપ (BJP) કાર્યકરો સાથે દિવાળી અને નવું વર્ષ મનાવશે. તો સાથે સાથે 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. ચાર ઝોનમાં ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજશે. જ્યારે મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ અને દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડમાં યોજાશે અને કાર્યકરો સાથે ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે છે. આમ તો દર વર્ષે અમિત શાહ દિવાળી અને નવુ વર્ષ પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે. જો કે આ વખતે અમિત શાહ ભાજપ પરિવાર સાથે આ તહેવારોની ઉજવણી કરવાના છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીકમાં છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એકસાથે જોવા મળશે. આજે મોડી રાત્રે અમિત શાહ ગુજરાત આવી જશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ ચાર દિવસ સુધી સતત તેઓ ગુજરાતમાં પ્રવાસ કરવાના છે.

અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેની વાત કરીએ તો ઝોન વાઇસ ભાજપની બેઠકોનો દોર થવાનો છે. ઉત્તર ઝોનનું એપી સેન્ટર પાલનપુર રાખવામાં આવ્યુ છે. પાલનપુરમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ તેજ જિલ્લાનું સંગઠન, સ્થાનિક કાર્યકર્તાઓ મતદારો સુધી જશે. તે તમામની બેઠક પાલનપુરમાં ઉત્તર ઝોનની રાખવામાં આવશે. તે જ રીતે સૌરાષ્ટ્રનું એ.પી. સેન્ટર સોમનાથ માનવામાં આવે છે. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભાજપ અહીં ખાતુ પણ ખોલાઇ શક્યુ ન હતુ. ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગીર સોમનાથ હવે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા પર ચિંતન કરવામાં આવશે.

મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો તે વડોદરામાં યોજાશે. મધ્ય ઝોનની બેઠક લઇને વડોદરામાં ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. તો દક્ષિણ ઝોનની બેઠક સુરતમાં કરવામાં આવશે. દક્ષિણ ઝોન મહત્વનું એટલે પણ છે કેમ કે દક્ષિણ ઝોનમાં આદિવાસી વિસ્તાર છે. ત્યારે આ મુદ્દાઓને લઇને સુરતમાં જે બેઠક મળવાની છે તેમાં ચર્ચા કરવામાં આવશે.

(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati