Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે શરૂ કરી ઉમેદવાર પસંદગી માટે કવાયત, સોમવારે દિલ્હીમાં બેઠક
ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022 ) લઇને કોંગ્રેસ(Congress) પણ હવે એક્શન મોડમાં છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ વિધાનસભા ચૂંટણી જીતવા માટે પણ ઉમેદવારોની(Candidate) પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કોંગ્રસના સિનિયર નેતાઓની બેઠક આવતીકાલે દિલ્હીમાં મળશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022 ) લઇને કોંગ્રેસ(Congress) પણ હવે એક્શન મોડમાં છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ વિધાનસભા ચૂંટણી જીતવા માટે પણ ઉમેદવારોની(Candidate) પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કોંગ્રસના સિનિયર નેતાઓની બેઠક આવતીકાલે દિલ્હીમાં મળશે. જેમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં 19,20, 21 ઓક્ટોબરના રોજ સ્ક્રીનિંગ કમિટીની દિલ્લીમાં બેઠક મળશે. જ્યારે સ્ક્રીનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક પણ મળશે. તેમજ સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ કરવામાં આવશે. જ્યારે દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે. આ બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્લી જશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદની દરિયાપુર બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ 10 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાની માગ કરી છે… ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે મુસ્લિમ સમાજની વસ્તી મુજબ તેમને 17 બેઠકો મળવી જોઇએ. પરંતુ ભાજપની હિન્દુ-મુસ્લિમની રાજનીતિના કારણે અમે માત્ર 10 બેઠકોની માગ કરીએ છીએ. જેમાં દરિયાપુર, જમાલપુર, વાંકાનેર, સુરત પૂર્વ, વાગરા, વેજલપુર, ધોળકા, જામનગર પૂર્વ તેમજ અબડાસા અથવા માંડવી બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં કોંગ્રેસે 7 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.