Devbhoomi dwarka: ખંભાળિયા પહોંચી કોંગ્રેસની પરિવર્તન યાત્રા, શક્તિસંહે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર

પરિવર્તન યાત્રા (Parivartan yatra) દરમિયાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જનસભામાં રાજ્ય અને સરકાર કેન્દ્ર સરકાર અને કેન્દ્રના ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યા હતા. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા કે ભાજપ પોતાને ભરોસાની સરકાર કહે છે પરંતુ આ ભરોસા ની ભેંસે પાડો જણ્યો

Devbhoomi dwarka: ખંભાળિયા પહોંચી કોંગ્રેસની પરિવર્તન યાત્રા, શક્તિસંહે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર
Congress Parivartan Sanklap yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 9:09 AM

કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પહોંચી હતી. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત દ્વારકા જિલ્લાના કોંગી આગેવાનો અને કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ તેમજ વડાપ્રધાન સહિત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં કોંગ્રેસની સરકાર બને તો લોકોના અધૂરા કામ પૂરાં થશે. તેમણે જણાવ્યું હતું કે લોકો ભાજપની જોડતોડ વાળી રાજનીતિ માંથી બહાર આવે તે જરૂરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે કોંગ્રેસ ની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી હતી અને ખંભાળિયા શહેરના જોધપુરગેટ વિસ્તારમાં સભા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ રોજ પહોંચેલી પરિવર્તન સંકલ્પ યાત્રામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ , સૌરાષ્ટ્ર ના પ્રભારી રામકૃષ્ણ ઓઝા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સભા શરૂ થતાં પહેલાં કોંગ્રેસના નેતાઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી. તેમજ મોરબી હોનારતમાં જીવ ગુમાવનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

પરિવર્તન યાત્રા દરમિયાન રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જનસભામાં રાજ્ય અને સરકાર કેન્દ્ર સરકાર અને કેન્દ્રના ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યા હતા. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા કે ભાજપ પોતાને ભરોસાની સરકાર કહે છે પરંતુ આ ભરોસા ની ભેંસે પાડો જણ્યો અને વિકાસ ની રાજનીતિ કરી છે સાથે જ મતો માટે રાજનીતિ થાય, પરંતુ લોકોના મોત પર રાજનીતિ ન થવી જોઈએ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તેમણે કહ્યું હતું કે લોકો ની મોટી સમસ્યા છે જેમાં બેરોજગારી અને મોંઘવારી . આવા તમામ પ્રાથમિક મુદ્દા સાથે  લોકો કોંગ્રેસ પાસે જશે.  અને આગામી ચૂંટણીમાં મતો માંગશે. સાથે જ સરકારી કર્મચારી હોય કે સામાન્ય લોકો દરેકના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.  સાથે જ  ભાજપ નું નામ લીધા વિના શક્તિસિંહ ગોહિલે કહ્યું  હતું કે જે લોકો 150 કે તેથી વધુ ની વાત કરે છે તે ગુજરાત ની જનતાનું અપમાન છે ભાજપ અહંકાર માં બોલે છે

વિથ ઇનપુટ ક્રેડિટ: જય ગોસ્વામી ટીવી9, દેવભૂમિ દ્વારકા

નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">