AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: મહેસાણામાં ભાજપની ગૌરવ યાત્રામાં નહી જોડાય હાર્દિક પટેલ, જાણો શું છે કારણ ?

ભાજપ (BJP) દ્વારા નક્કી કરાયેલા પહેલા કાર્યક્રમમાં આમ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ફરનારી ગૌરવ યાત્રામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (Nitin Patel) અને હાર્દિક પટેલનું (Hardik Patel) પણ નામ સામેલ કરવામાં આવ્યુ હતુ. જો કે હવે ગૌરવ યાત્રાના આ રૂટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી છે.

Gujarat Election: મહેસાણામાં ભાજપની ગૌરવ યાત્રામાં નહી જોડાય હાર્દિક પટેલ, જાણો શું છે કારણ ?
મહેસાણામાં ભાજપની ગૌરવ યાત્રામાં હાર્દિક પટેલ નહી જોડાય Image Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 3:47 PM
Share

12 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી ગુજરાતમાં (Gujarat) ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો ( Gaurav Yatra) આરંભ થશે. ત્યારે આ યાત્રામાં ભાજપે (BJP) જૂના જોગીઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ યાત્રામાં અલગ અલગ વિસ્તારોમાં ભાજપના કયા કયા નેતાઓ જોડાશે તેના નામો પણ જાહેર કર્યા છે. ભાજપ દ્વારા નક્કી કરાયેલા પહેલા કાર્યક્રમમાં આમ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ફરનારી ગૌરવ યાત્રામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ (Nitin Patel) અને હાર્દિક પટેલનું (Hardik Patel) નામ સામેલ કરવામાં આવ્યુ હતુ. જો કે હવે ગૌરવ યાત્રાના આ રૂટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી છે. ગૌરવ યાત્રા શરૂ થતાં પહેલા જ ઉત્તર ગુજરાતના કાર્યક્રમમાં ભાજપે મોટો ફેરફાર કર્યો છે.

ભાજપના નેતાઓ યાત્રામાં જોડાશે

ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલથી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રામાં ભાજપના કયા કયા નેતાઓ જોડાવાના છે તે અંગે ભાજપ દ્વારા કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી દ્વારકાથી ગૌરવ યાત્રામાં જોડાવાના છે. તો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બહુચરાજીથી યાત્રામાં હાજર રહેશે. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, સંજીવ કુમાર બાલ્યન, હરદીપ પુરી, પ્રહલાદ જોશી, સરબા નન્દ સોનોવાલ તથા રાવઇન્દ્રજીત સિંહ બેચરજીથી માતાના મઢ સુધીની યાત્રામાં હાજર રહેશે.

આ કારણથી હાર્દિક પટેલ યાત્રામાં નહીં જોડાય

ભાજપ દ્નારા પહેલા નક્કી કરાયેલા યાત્રાના કાર્યક્રમમાં મહેસાણાથી શરુ થનારી યાત્રામાં હાર્દિક પટેલનું નામ રાખવામાં આવ્યુ હતુ. જો કે ભાજપ દ્વારા જ હવે હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. હાર્દિક પટેલ પર ચાલી રહેલા કેસના જામીનની શરતોમાં મહેસાણામાં પ્રવેશ ના કરવાની શરત સામેલ છે. જેના કારણે હાર્દિક પટેલ મહેસાણામાં આ યાત્રામાં નહીં જોડાય. હવે હાર્દિક પટેલ વિરમગામથી ભાજપની ગૌરવ યાત્રામાં જોડાશે.

ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલથી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થવાનો છે. કુલ પાંચ યાત્રાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 12 અને 13 ઓક્ટોબરે નીકળવાની છે. આ યાત્રા સાત દિવસમાં 876 કિમી ફરી 21 જેટલી વિધાનસભાની બેઠકને આવરી લેવામાં આવશે. આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સવારે બહુચરાજી અને બપોરે દ્વારકાથી ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. એક યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી ચાલશે. યાત્રાનો બીજો તબક્કો યાત્રાધામ ઉનાઈથી શરૂ થશે. આ યાત્રા 9 જિલ્લાની 33 વિધાનસભા બેઠકને આવરી લેશે. જે પછી એક યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી ચાલશે.

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">