AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 12 ઓક્ટોબરથી શરુ કરાવશે ભાજપની ગૌરવ યાત્રા

ભાજપ (BJP) દ્વારા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલથી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થવાનો છે. કુલ પાંચ યાત્રાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 12 અને 13 ઓક્ટોબરે નીકળવાની છે.

Gujarat Election: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 12 ઓક્ટોબરથી શરુ કરાવશે ભાજપની ગૌરવ યાત્રા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 10:06 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તૈયારીઓના ભાગરૂપે ભાજપ (BJP) દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda) આજે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ આવતીકાલે એટલે કે 12 ઓક્ટોબરે બહુચરાજીથી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. અનેક કેન્દ્રીય પ્રધાનો પણ આ ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાશે. અનેક રાજ્યોના CM પણ યાત્રામાં સામેલ થવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે આ ગૌરવ યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

કુલ પાંચ યાત્રાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરશે

ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલથી આ ગૌરવ યાત્રાનો પ્રારંભ થવાનો છે. કુલ પાંચ યાત્રાઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 12 અને 13 ઓક્ટોબરે નીકળવાની છે. આ યાત્રા સાત દિવસમાં 876 કિમી ફરી 21 જેટલી બેઠકને આવરી લેવામાં આવશે. આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સવારે બહુચરાજી અને બપોરે દ્વારકાથી ગૌરવ યાત્રાની શરૂઆત કરાવશે. એક યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી ચાલશે. યાત્રાનો બીજો તબક્કો યાત્રાધામ ઉનાઈથી શરૂ થશે. આ યાત્રા 9 જિલ્લાની 33 વિધાનસભા બેઠકને આવરી લેશે. જે પછી એક યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી ચાલશે.

નબળી બેઠકો પર પણ ફરશે યાત્રા

સરકારના વિકાસકાર્યોને જનતા વચ્ચે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. 21 વર્ષમાં ગુજરાતમાં જે વિકાસના કામો થયા છે તેને ભાજપ આ યાત્રા થકી જનતા સુધી પહોંચાડશે. જે ભાજપ માટે નબળી બેઠકો છે ત્યાં પણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આ મતદારોને પણ ભાજપ રીઝવી શકે. આ ગૌરવ યાત્રામાં અનેક કેન્દ્રીય પ્રધાનો પણ જોડાશે. અનેક રાજ્યોના CM પણ આ યાત્રામાં સામેલ થશે. ગુજરાતમાં વધુમાં વધુ બેઠકોને આવરી લેવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા વધુમાં વધુ બેઠકોમાં મતદારો સુધી પહોંચાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાજપે પોતાના શાસનકાળ દરમિયાન જે પણ જનહિતના કાર્યો કર્યા છે. તે ભાજપ જનતા સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો કરી રહ્યુ છે.

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">