Gujarat Election 2022 : ચૂંટણીમાં સત્તાના શિખરો સર કરવા ભાજપ મેદાને, તમામ વિધાનસભા બેઠકો પર કરશે ‘યાત્રા’

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહતમ બેઠકો હાંસલ કરવા ભાજપ 5 યાત્રા (Yatra)  કરશે. જેમાં તમામ 182 બેઠકો સામેલ થઈ જાય તે પ્રમાણે આ પ્રચાર કેમ્પેઈન કરવામાં આવશે.

Gujarat Election 2022  : ચૂંટણીમાં સત્તાના શિખરો સર કરવા ભાજપ મેદાને, તમામ વિધાનસભા બેઠકો પર કરશે 'યાત્રા'
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 1:42 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election)  ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મહતમ બેઠકો હાંસલ કરવા પ્રચારમાં એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ગુજરાતમાં (Gujarat) આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે 27 વર્ષથી શાસનમાં રહેલી ભાજપ (BJP)  પણ ગુજરાતમાં કબ્જો જમાવવા પુરતા પ્રયાસ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે, આ બધાની વચ્ચે હવે ભાજપનું પ્રચાર કેમ્પેઈન (BJP campaign) કરશે.

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ આ યાત્રા થશે

વિધાનસભા ચૂંટણીમાં સત્તાના શિખરો પાર કરવા ભાજપ 5 યાત્રા (Yatra)  કરશે. જેમાં તમામ 182 બેઠકો સામેલ થઈ જાય તે પ્રમાણે આ પ્રચાર કેમ્પેઈન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના 2-2 યાત્રા થશે, જ્યારે ઉત્તર ગુજરાત માં એક યાત્રા યોજાશે.રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ થનારી આ યાત્રામાં પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) સમય માંગ્યો છે.સુત્રોનુ માનીએ તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત (PM Modi gujarat visit) બાદ આ યાત્રા થશે, યાત્રાના રૂટ પર નજર કરીએ તો ઉનાઈ થી અંબાજી, ઉનાઈ થી ફાગવેલ, ઝાંજરકા થી સોમનાથ, દ્વારકા થી પોરબંદર, બહુચરાજી થી માતાનો મઢ રહેશે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

અમિત શાહના હાથમાં ગુજરાતની કમાન !

ચૂંટણીને પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Union Home Minister Amit Shah ) ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિધાનસભા ચૂંટણીને લઇને અનેક ઉચ્ચસ્તરીય બેઠકો યોજી ચૂંટણીલક્ષી રાજકીય રોડમેપ નક્કી કર્યો હતો. તો કમલમ ખાતે ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહે મેરેથોન બેઠક પણ યોજી હતી.

(વીથ ઈનપૂટ – કિંજલ મિશ્રા) 

g clip-path="url(#clip0_868_265)">