Ahmedabad : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા RSS અને ભાજપની સમન્વય બેઠક, ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ભાર
આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) યોજાવાની છે,ત્યારે ગુજરાતની રાજકીય, સામાજિક પરિસ્થિતિના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદના(Ahmedabad) હેડગેવાર ભવન ખાતે આજે સંઘની (RSS) સમન્વય બેઠક મળશે. સંઘ અને ભાજપની આ સમન્વય બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, (CM Bhupendra Patel) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. આ ઉપરાંત સંઘ સાથે જોડાયેલા હોદ્દેદારો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ગુજરાતની રાજકીય, સામાજિક પરિસ્થિતિના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીના (Gujarat Election) વર્ષમાં સંઘ અને ભાજપની આ સમન્વય બેઠક મહત્વની સાબિત થશે.
ગુજરાત વિધાનસભાની ચૂટંણીને (Gujarat Assembly election) લઈને દરેક પક્ષે તૈયારીઓ શરૂ કરી છે, આ પહેલા ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ (BJP) પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. કમલમમાં મળેલી આ બેઠકમાં જયપુરની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચા પર મનોમંથન કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત કારોબારી સભ્યોને શિબિરની ચર્ચા અંગે માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં કારોબારી સભ્યોને વિસ્તાર મુજબ કામગીરી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત 150 વિસ્તારકોને વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી અને સોશિયલ મીડિયામાં ડિજિટલ પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.
જયપુરમાં ભાજપનું ચિંતન……કમલમમાં મનોમંથન !
રાજસ્થાનમાં (Rajasthan) હાલ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress) વચ્ચે રાજકીય દંગલ જામ્યું છે. કોંગ્રેસ બાદ ભાજપે પણ ત્રણ દિવસીય ચિંતન શિબિર યોજી હતી.આ શિબિરમાં રાષ્ટ્રીય નેતાઓ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર મંથન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત સંગઠન તેમજ મહત્વના રાજકીય મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત 150થી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધો હતો. તેમજ આ દરમિયાન વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતુ.ત્યારે ચૂંટણી વર્ષમાં મળનારી સંઘ અને ભાજપની બેઠક મહત્વની સાબિત થશે.