Goa Election 2022: ગોવામાં TMC સાથે નહીં કરીએ ગઠબંધન, AAP તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે: કેજરીવાલ
AAPએ 2017 માં પણ ગોવા વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ 40 સભ્યોના ગૃહમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. ટીએમસીએ જાહેરાત કરી છે કે તે ગોવામાં આવનારી ચૂંટણીમાં તમામ 40 સીટો પર ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ગોવામાં (Goa) મમતા બેનર્જીની (Mamata Banerjee) આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (Tmc) સાથે ચૂંટણી પૂર્વ ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે. જો કે, તેમણે કહ્યું કે ખંડિત જનાદેશના કિસ્સામાં તેઓ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બિન-ભાજપ પક્ષો સાથે ગઠબંધન પર વિચાર કરી શકે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે AAP ગોવા વિધાનસભાની તમામ 40 સીટો પર તેના ઉમેદવારો ઉભા કરશે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રી પદ માટે પાર્ટીના ચહેરાની જાહેરાત કરશે.
કેજરીવાલે ભાજપના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રાજ્યના શાસક પક્ષમાં “ગૂંગળામણ” અનુભવતી કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પણજીની તેમની મુલાકાત દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશના કિસ્સામાં તેમની પાર્ટી બિન-ભાજપ પક્ષો સાથે “જો એકદમ જરૂરી હોય તો” ચૂંટણી પછીનું જોડાણ કરી શકે છે. તૃણમૂલ કોંગ્રેસ સાથે ચૂંટણી પૂર્વેના ગઠબંધનની શક્યતાને નકારી કાઢતા કેજરીવાલે કહ્યું, “આપણે ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન શા માટે કરવું જોઈએ? અમે તેમની સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.
જો ગોવામાં સત્તા પર આવશું તો તમે “ભ્રષ્ટાચાર મુક્ત” સરકાર આપીશું. કેજરીવાલે કહ્યું કે જો AAP આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગોવામાં સત્તા પર આવશે તો તે રાજ્યમાં “ભ્રષ્ટાચાર મુક્ત અને પ્રામાણિક” સરકાર આપશે. કેજરીવાલે પત્રકારોને જણાવ્યું હતું કે આ ગેરંટી AAPની દિલ્હી સરકારના ભૂતકાળના પ્રદર્શનના રેકોર્ડના આધારે આપવામાં આવી છે જ્યાં દુકાનદાર પાસેથી લાંચ માંગવા બદલ તેના જ મંત્રીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે જો મંત્રીઓ કે ધારાસભ્યો લાંચની માંગણી કરતા જોવા મળશે તો તેઓ સજામાંથી બચી શકશે નહીં. તેમણે દાવો કર્યો કે, “અમે ગોવામાં પ્રથમ ભ્રષ્ટાચાર મુક્ત અને ઈમાનદાર સરકાર આપીશું.” “અમે પહેલાથી જ દિલ્હીમાં ડોરસ્ટેપ સેવાઓ પ્રદાન કરવાનું શરૂ કરી દીધું છે. તમામ સરકારી સેવાઓ તમારા ઘરઆંગણે ઉપલબ્ધ થશે.
ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું ન હતું તેમણે કહ્યું કે દિલ્હીમાં સરકારી અધિકારીઓ દસ્તાવેજો એકત્ર કરવા માટે અરજદારના ઘરે જાય છે અને ગોવામાં પણ આવી જ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું, “તમારા પંચાયતના કામથી લઈને મુખ્યમંત્રીની મદદ સુધીબધું જ તમારા ઘરઆંગણે ઉપલબ્ધ થશે.” સરકારની અંદર કામ કરવાની રીતમાં મોટો ફેરફાર થશે.
તેમણે કહ્યું કે સરકાર રાજ્યના ઔદ્યોગિક ગૃહોને તેમનો વ્યવસાય ચલાવવા માટે પણ મદદ કરશે. કેજરીવાલે કહ્યું કે AAP સરકાર જે ઉદ્યોગો દરિયાકાંઠાના રાજ્ય છોડી ગયા છે તેમને રાજ્યમાં પાછા લાવવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડીને તેમને સુવિધા આપશે. AAP એ 2017 માં પણ ગોવા વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ 40 સભ્યોના ગૃહમાં એક પણ બેઠક જીતી શકી નહોતી. ટીએમસીએ જાહેરાત કરી છે કે તે ગોવામાં આવનારી ચૂંટણીમાં તમામ 40 સીટો પર ચૂંટણી લડશે.
આ પણ વાંચો : Good News : અમેરિકાએ આપી મોટી રાહત, H-1B અને અન્ય વર્ક વિઝા અરજદારોને ઇન્ટરવ્યુમાંથી મળશે મુક્તિ
આ પણ વાંચો : ભારતના 5 શહેર જ્યાંની હવા છે સૌથી સ્વચ્છ અને હવામાન છે ખુશનુમા, રજાઓ માટે છે શ્રેષ્ઠ સ્થળ