Goa Election 2022: ગોવા માટે રાહુલ ગાંધીની મોટી જાહેરાત, ગરીબ વ્યક્તિને દર મહિને આપશે 6000 રૂપિયા
ગોવા વિધાનસભા ચૂંટણી 2022 (Goa Assembly Election 2022) માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) રાજ્યના પ્રવાસે છે.
ગોવા વિધાનસભા ચૂંટણી 2022 (Goa Assembly Election 2022) માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) રાજ્યના પ્રવાસે છે. તેમણે શુક્રવારે સાંજે વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન રાહુલે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું અને સાથે જ ગોવાના લોકોને ઘણા વચનો આપ્યા. તેમણે કહ્યું, અમે ગોવાના લોકો માટે ‘ન્યાય યોજના’ લાવીશું. અમે દર મહિને ગોવાના ગરીબ વ્યક્તિના બેંક ખાતામાં 6,000 રૂપિયા નાખીશું.
રાહુલ ગાંધીએ કહ્યું, તમે જોયું કે કેવી રીતે ભાજપ સરકાર પ્રવાસન, કોવિડ-19 અને રોજગારમાં નિષ્ફળ રહી છે. અમે પક્ષપલટો કરનારાઓને ટિકિટ નથી આપી રહ્યા, આ વખતે અમે નવા લોકોને ટિકિટ આપી છે. ગોવામાં કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે. લડાઈ માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, વોટ વેડફશો નહીં. અમારું સંપૂર્ણ ધ્યાન રોજગાર સર્જન પર રહેશે. અમે જાણીએ છીએ કે કેવી રીતે નોકરીઓ ઉભી કરી શકાય છે. કોંગ્રેસ પાર્ટી આ સમજે છે અને અમે આ કર્યું પણ છે.
We’re taking a historic decision in Goa, a new ‘Nyay Scheme’ will be launched. Rs 6,000 per month, i.e. Rs 72,000 in a year, will automatically be transferred to Goa’s poorest citizens: Congress leader Rahul Gandhi in a virtual rally from Goa#GoaElections2022 pic.twitter.com/cKMm48IGpJ
— ANI (@ANI) February 4, 2022
છેતરપિંડી કરનારાઓને ટિકિટ નહીં આપીએ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે છેતરપિંડી કરનારાઓને ટિકિટ આપવાના નથી. આ વખતે અમે નવા લોકોને ટિકિટ આપી છે. ગોવામાં કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.
તાજેતરમાં એક રસપ્રદ ડેટા સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગોવામાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 24 ધારાસભ્યો એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાયા છે. 40 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યાના 60 ટકા જેટલી સીટ છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 24 ધારાસભ્યોની યાદીમાં વિશ્વજીત રાણે, સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેનું નામ સામેલ નથી, જેમણે 2017માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે વિધાનસભા સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ સત્તાધારી ભાજપમાં જોડાયા હતા અને તેની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર પણ સામેલ હતા.
આ પણ વાંચો : Parliament: અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં કહ્યું- મને Z પ્લસ સુરક્ષા નથી જોઈતી, UAPA હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ