Goa Assembly Election: અરવિંદ કેજરીવાલે ગોવા વિધાનસભા ચૂંટણી માટે AAPનું પ્રચાર ગીત લોન્ચ કર્યું

આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું પ્રચાર ગીત લોન્ચ કર્યું. તમને જણાવી દઈએ કે આ ગીતના બોલ 'એક ચાન્સ કેજરીવાલ' છે.

Goa Assembly Election: અરવિંદ કેજરીવાલે ગોવા વિધાનસભા ચૂંટણી માટે AAPનું પ્રચાર ગીત લોન્ચ કર્યું
Delhi CM Arvind Kejriwal - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:00 PM

Goa Assembly Election 2022: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું પ્રચાર ગીત લોન્ચ કર્યું. તમને જણાવી દઈએ કે આ ગીતના બોલ ‘એક ચાન્સ કેજરીવાલ’ છે. આ ગીતમાં ભ્રષ્ટાચાર પર ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવી છે. આ સાથે દિલ્હીમાં તેમના દ્વારા કરવામાં આવેલ કામ પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મફત તીર્થયાત્રા અને મફત વીજળીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીઝરમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જનતા પાસે વોટ માંગતા જોવા મળે છે અને સામાન્ય જનતાની સાથે વીડિયોમાં પણ બતાવવામાં આવે છે. વીડિયોમાં AAP ઉમેદવાર સાથે સારો વ્યવહાર થતો જોઈ શકાય છે.

નોંધનીય છે કે ભૂતકાળમાં કેજરીવાલે 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગોવાના તમામ ઉમેદવારોને ઈમાનદાર રહેવા અને પાર્ટી ન છોડવાના શપથ લેવડાવ્યા હતા. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે જે લોકો ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલે છે, તેઓ છેતરપિંડી કરે છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

તેમણે કહ્યું કે નેતાઓ કોઈપણ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડે છે અને જીત્યા બાદ પાર્ટી બદલી નાખે છે. આ મતદારો સાથે છેતરપિંડી છે. એટલા માટે આજે અમે એક એફિડેવિટ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ જેમાં કહેવામાં આવ્યું છે કે અમે જીત્યા બાદ અન્ય કોઈ પાર્ટીમાં જઈશું નહીં. જણાવી દઈએ કે ગોવા સહિત દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, જ્યારે મતગણતરી 10 માર્ચે થશે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું છે.

ગોવામાં કોંગ્રેસનું સ્થાન અરવિંદ કેજરીવાલ લઈ રહ્યા છેઃ પ્રમોદ સાવંત

રાજધાની પણજીમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મને લાગે છે કે અરવિંદ કેજરીવાલ પાસે આજકાલ કોઈ કામ નથી. દિલ્હીમાં પ્રદૂષણ અને કોવિડના કેસ વધી રહ્યા છે અને તેમણે દિલ્હીના લોકો પર ધ્યાન આપવું જોઈએ. ગોવાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપ કરીને તેમને કશું મળવાનું નથી. અહીં કોંગ્રેસનું સ્થાન અરવિંદ કેજરીવાલ લઈ રહ્યા છે. તેમને લાગે છે કે તેઓ ભાજપને ગમે તેટલી ગાળો આપે, પરંતુ ભાજપના મતથી કોઈ ફરક પડવાનો નથી.

આ પણ વાંચો : Chhattisgarh: રાહુલ ગાંધીએ શરૂ કરી ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના’, ખેત મજૂરોને મળશે દર વર્ષે 6 હજાર રૂપિયા

આ પણ વાંચો : સંયુક્ત કિસાન મોરચાએ સરકાર પર આરોપ લગાવ્યો, કહ્યું- ખેડૂતોના મુદ્દાઓ પર કોઈ કામ થયું નથી

g clip-path="url(#clip0_868_265)">