AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Breaking News: તમિલનાડુમાં TVKને કોંગ્રેસનો ટેકો મળવાથી વિજય CM બની જશે? જાણો શું છે સમગ્ર રાજકીય સમીકરણ

તમિલનાડુમાં વિજયની TVK સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ બહુમતીથી દૂર છે. હવે કોંગ્રેસનો નિર્ણય સરકાર રચનામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Vijay Breaking News: તમિલનાડુમાં TVKને કોંગ્રેસનો ટેકો મળવાથી વિજય CM બની જશે? જાણો શું છે સમગ્ર રાજકીય સમીકરણ
Breaking News Tamil Nadu Government Formation Congress Likely to Support Vijay TVK Amid Hung AssemblyImage Credit source: Social Media
| Updated on: May 06, 2026 | 8:38 AM
Share

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં સરકાર રચનાને લઈને રાજકીય હલચલ તેજ બની છે. અભિનેતા-રાજકારણી વિજયની આગેવાની હેઠળની તમિલાગા વેટ્ટ્રી કઝગમ (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ બહુમતી માટે જરૂરી 118ના આંકડાથી તે હજુ દૂર છે. આ સ્થિતિમાં સરકાર બનાવવા માટે TVKએ કોંગ્રેસ પાસેથી સમર્થન માગ્યું છે.

કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે વિજયની પાર્ટીએ સત્તા સ્થાપવા માટે તેમનો સંપર્ક કર્યો છે. તેમણે જણાવ્યું કે આ મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે રાજ્ય કોંગ્રેસ એકમને સૂચના આપવામાં આવી છે.

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે TVK પ્રમુખ વિજયે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું છે અને તેમના રાજકીય મિશનમાં પ્રેરણાસ્ત્રોત તરીકે પેરુમથલાઇવર કામરાજના વિચારોને અપનાવવાની વાત કરી છે. આ દરમિયાન વિજયને TVKના વિધાનમંડળ દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રાજ્ય કોંગ્રેસ કરશે અંતિમ નિર્ણય

કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તમિલનાડુમાં મળેલું જનમત ધર્મનિરપેક્ષ સરકારના પક્ષમાં છે, જે બંધારણની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોય. પાર્ટીએ ભારપૂર્વક કહ્યું કે ભાજપ અથવા તેના સહયોગીઓને કોઈપણ રીતે રાજ્યમાં સત્તા ચલાવવાની તક નહીં આપવામાં આવે.

કે.સી. વેણુગોપાલે આગળ જણાવ્યું કે રાજ્યની જનભાવનાઓને ધ્યાનમાં રાખીને તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસને વિજયના પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે.

કોંગ્રેસે કેટલી બેઠકો જીત?

તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી બહુમતી માટે 118 બેઠકો જરૂરી છે. TVKએ 108 બેઠકો જીતી છે, જે બહુમતીથી આશરે 10 બેઠકો ઓછી છે. બીજી તરફ, DMKના નેતૃત્વવાળી ગઠબંધનને કુલ 73 બેઠકો મળી છે, જેમાં DMKએ 59 બેઠકો જીતી છે. કોંગ્રેસે 28 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી તે માત્ર 5 બેઠકો જીતવામાં સફળ રહી. VCK, CPI અને CPI(M)એ બે-બે બેઠકો મેળવી છે.

અન્ય પક્ષોની સ્થિતિ

આ દરમિયાન VCKના અધ્યક્ષ થોલ તિરુમાવળવનએ જણાવ્યું કે તેમની પાર્ટીએ હજુ સુધી વિજયને ટેકો આપવાનો કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે ઉમેર્યું કે કોઈપણ નિર્ણય લેતા પહેલા ડાબેરી સાથી પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.

DMDK નેતા પ્રેમલતા વિજયકાંતએ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીએ વિજયને કોઈ વચન આપ્યું નથી અને તેઓ DMKના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સ (SPA) સાથે જ જોડાયેલા રહેવા ઈચ્છે છે. બીજી તરફ, ડાબેરી પાર્ટીઓએ પણ કહ્યું છે કે યોગ્ય સમયે તેઓ પોતાનો નિર્ણય જાહેર કરશે.

તમિલનાડુમાં હાલ રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને હવે સૌની નજર કોંગ્રેસના અંતિમ નિર્ણય પર છે, જે રાજ્યની આગામી સરકારનો માર્ગ નક્કી કરશે.

વિજયની રાજકીય એન્ટ્રી બની ઐતિહાસિક, પણ ‘થલાપતિ’ કેવી રીતે બન્યા વિજય? શું થાયે છે થલાપતિ શબ્દનો અર્થ

Follow Us
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">