Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે Aditya Srivastava ? ક્યાં કર્યો છે અભ્યાસ ? IPS થયા બાદ બન્યા IAS, UPSC 2023માં કર્યું ટોપ

Aditya Srivastava UPSC 2023 Topper : આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ રેન્ક મેળવીને UPSC CSE 2023 માં ટોપ કર્યું છે. તેણે IIT કાનપુરમાંથી B.Tech અને M.Tech કર્યું છે. તે લખનઉના રહેવાસી છે.

કોણ છે Aditya Srivastava ? ક્યાં કર્યો છે અભ્યાસ ? IPS થયા બાદ બન્યા IAS, UPSC 2023માં કર્યું ટોપ
UPSC 2023 topper Aditya Srivastava
Follow Us:
| Updated on: Apr 17, 2024 | 7:45 AM

Aditya Srivastava : યુનિયન પીપલ સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું છે. લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવીને દેશમાં ટોપ કર્યું છે. ઇન્ટરવ્યુમાં મેળવેલા માર્કસના આધારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. ચાલો જાણીએ કે આદિત્યએ પોતાનો અભ્યાસ ક્યાંથી પૂરો કર્યો અને કેટલા પ્રયત્નોમાં તેણે UPSC પાસ કર્યું.

IIT કાનપુરમાંથી B.Tech અને M.Tech કર્યું

આદિત્યએ પોતાનો પ્રારંભિક અભ્યાસ CMS અલીગંજ, લખનઉથી પૂર્ણ કર્યો છે. આ પછી તેણે IIT કાનપુરમાંથી B.Tech અને M.Tech કર્યું. તેણે બેંગલુરુમાં અમેરિકન MNC કંપનીમાં 15 મહિના સુધી કામ કર્યું. તે પછી તેણે 2020 માં નોકરી છોડી દીધી અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. તેણે UPSC 2022 માં 236મો રેન્ક મેળવ્યો અને IPS માટે પસંદ થયા હતા.

IPSમાંથી IAS

આદિત્ય શ્રીવાસ્તવ હાલમાં પશ્ચિમ બંગાળમાં અંડર ટ્રેઈનિંગ આઈપીએસ તરીકે કાર્યરત છે. તેના પિતા અજય શ્રીવાસ્તવ સેન્ટ્રલ ઓડિટ વિભાગમાં કામ કરે છે. જ્યારે તેની નાની બહેન નવી દિલ્હીથી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આદિત્યની માતા આભા શ્રીવાસ્તવ ગૃહિણી છે. તે એક સામાન્ય ગૃહિણી છે.

આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!
1 રુપિયામાં 1GB ડેટા આપી રહ્યું BSNL ! ઓફર જોઈ તૂટી પડ્યા લોકો
91 રૂપિયામાં 28 દિવસ સુધી ચાલશે આ Jio Plan ! જાણો આ ઓફર
'હું આખી જિંદગી લગ્ન નહીં કરું, મને છોકરાઓની ઝંઝટ નથી જોઈતી' - જિયા શંકર
TMKOC: તો શું આ છે 'તારક મહેતા' શોની નવી દયાબેન? જાણો સત્ય
LPG, UPI અને TAX માં 1 એપ્રિલથી લાગુ થશે આ મોટા ફેરફારો

કેવી રીતે તૈયારી કરવી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે આ સફળતા કોચિંગ વિના હાંસલ કરી છે. તેણે ટેસ્ટ સિરીઝ અને મોક ઈન્ટરવ્યુ દ્વારા તૈયારી કરી છે. તેમણે વૈકલ્પિક વિષય તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પસંદ કર્યું છે. તેણે તેની બ્રાન્ચમાં બી.ટેક પણ કર્યું હતું. તેઓએ પાછલા વર્ષના પેપરનો અભ્યાસ કર્યો અને તે મુજબ પ્રિલિમ અને મેન્સ બંને પરીક્ષાઓની તૈયારી કરી છે. તૈયારી માટે તેમણે અભ્યાસક્રમના દરેક વિષયની નોટ્સ બનાવી હતી. તેણે બીજા પ્રયાસમાં UPSC પાસ કરી લીધી છે.

g clip-path="url(#clip0_868_265)">