UGC PHD 2023 : હવે એક સાથે બેથી વધુ વિષયોમાં કરો PhD, જાણો કેવી રીતે મેળવશો પ્રવેશ
UGC PHD New Rule 2023 : UGC NEP 2020 હેઠળ નવા શૈક્ષણિક સત્રથી ઘણા ફેરફારો કરવા જઈ રહી છે. આ અંતર્ગત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પીએચડી એડમિશન અને પેટર્નમાં પણ ફેરફાર કર્યા છે.

UGC PHD 2023 : નવી શિક્ષણ નીતિ હેઠળ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નવા શૈક્ષણિક સત્ર 2023થી ઘણા ફેરફારો કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત યુજીસી વિદ્યાર્થીઓને એક સાથે બેથી વધુ વિષયોમાં પીએચડી કરવાની તક આપશે. ચાર વર્ષના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ કરતી સંસ્થાઓ આ અંતર્ગત પ્રવેશ લઈ શકે છે. પીએચડીનો આ નવો નિયમ શૈક્ષણિક સત્ર 2023થી દેશભરમાં લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : UGCએ આજે UTSAH પોર્ટલ કર્યું લોન્ચ, જાણો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ માટે શું થશે ફાયદો-જુઓ Video
એમ જગદીશ કુમારે કહી આ વાત
કોઈપણ કોલેજ જેની ડિગ્રી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. તેઓ પીએચડી કોર્સ પણ શરૂ કરી શકે છે, પરંતુ તેઓએ યુજીસી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. પીએચડીમાં પ્રવેશ હવે નવા નિયમો હેઠળ જ થશે.
તે જ સમયે યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર નિયમોનું પાલન ન કરનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, શિક્ષણમાં ગુણવત્તા સુધારવી એ UGCની પ્રથમ પ્રાથમિકતા છે, જેની સાથે બાંધછોડ કરી શકાય નહીં.
PHD Admission 2023
તમને જણાવી દઈએ કે, નવા નિયમો હેઠળ, પીએચડીમાં પ્રવેશ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પરીક્ષામાં 50 ગુણ મેળવવા ફરજીયાત છે. જેમાં UGC NET પાસ ઉમેદવારોને સીધા ઇન્ટરવ્યુ માટે બોલાવી શકાય છે. નવા નિયમો હેઠળ જે પણ યુનિવર્સિટીઓ પીએચડીમાં પ્રવેશ માટે પરીક્ષા લેશે, ઉમેદવારોની પસંદગી 70 ટકા લેખિત પરીક્ષા અને 30 ટકા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પીએચડી પૂર્ણ કરવાનો સમયગાળો 3 વર્ષનો રહેશે, જ્યારે તે 6 વર્ષમાં પૂર્ણ કરી શકાય છે.
UGC ટૂંક સમયમાં બહાર પાડશે નોટિફિકશન
યુજીસી હવે કોમર્સ, આર્ટસ સહિત ઘણા વિષયોમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી આપશે. આ સૂચનો યુજીસી દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આપવામાં આવ્યા છે. UGC ટૂંક સમયમાં આ અંગે નોટિફિકેશન બહાર પાડી શકે છે.
UTSAHનું પૂરું નામ શું છે?
UTSAH પોર્ટલનું પૂરું નામ અંડરટેકિંગ ટ્રાન્સફોર્મેટિવ સ્ટ્રેટેજીઝ એન્ડ એક્શન ઈન હાયર એજ્યુકેશન છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અને તેની વ્યૂહાત્મક પહેલ પર નજીકથી નજર રાખવાનો છે.
સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજો, IITs, NITs અને INIs સહિત હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી UGC ઉત્સહ પોર્ટલ શરૂ કરી રહી છે. UTSAH પોર્ટલ ઉચ્ચ શિક્ષણમાં ગુણાત્મક સુધારણા માટે UGCની પહેલો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરતું એક વ્યાપક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.