Breaking News: UGC-NET પરીક્ષા રદ, ગેરરીતિની ફરિયાદ બાદ શિક્ષણ મંત્રાલયનો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ

UCC-NET પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદો બાદ શિક્ષણ મંત્રાલયે 18 જૂને પરીક્ષા રદ કરી દીધી છે. શિક્ષણ મંત્રાલયે CBI તપાસના આદેશ આપ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં નવી પરીક્ષા લેવામાં આવશે, જેના માટે વધુ માહિતી આપવામાં આવશે.

Breaking News: UGC-NET પરીક્ષા રદ, ગેરરીતિની ફરિયાદ બાદ શિક્ષણ મંત્રાલયનો નિર્ણય, CBIને સોંપાઈ તપાસ
Follow Us:
| Updated on: Jun 19, 2024 | 10:58 PM

UCC-NET પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ શિક્ષણ મંત્રાલયે પરીક્ષા રદ કરી છે અને ગેરરીતિની ફરિયાદ બાદ CBI દ્વારા તપાસના આદેશ આપ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 18 જૂન, 2024 ના રોજ દેશના વિવિધ શહેરોમાં બે શિફ્ટમાં OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન 2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. તે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. હેરાફેરીના આરોપો બાદ શિક્ષણ મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે.

પરીક્ષાને લઈને કેટલાક ઈનપુટ મળ્યા હતા

શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 19 જૂન, 2024ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ને ગૃહ મંત્રાલયના સાયબર સેલ તરફથી પરીક્ષાને લઈને કેટલાક ઈનપુટ મળ્યા હતા. આ ઇનપુટ્સ પ્રથમ દ્રષ્ટિએ સૂચવે છે કે ઉક્ત પરીક્ષામાં કંઈક ખોટું થયું છે.

સેમીફાઈનલ પહેલા રોહિત શર્માએ ICCની મજાક ઉડાવી!
ભારતનું તે રેલ્વે સ્ટેશન જેના પછી દેશની સરહદ સમાપ્ત થાય છે.
100 બોલમાં ડબલ સેન્ચુરી, છગ્ગા-ચોગ્ગાની મદદથી 200 રન
શું તમે પણ રાત્રે AC ચાલુ રાખીને સૂઈ જાઓ છો? જાણી લો આ વાત
ફટાફટ ચાર્જ થઈ જશે તમારો સ્માર્ટફોન, જાણી લો આ સિક્રેટ ટ્રિક
સરગવાના પાન છે સુપર ફુડ, જાણો તેને ખાવાના ફાયદા

તમને જણાવી દઈએ કે યુજીસી નેટ પરીક્ષા 18 જૂને દેશના 317 શહેરોમાં 1205 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

નવી પરીક્ષા લેવામાં આવશે

નિવેદન અનુસાર, પરીક્ષા પ્રક્રિયાની ઉચ્ચતમ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષા લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. તેમજ આ કેસની સંપૂર્ણ તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવામાં આવી રહી છે.

આ નિર્ણય NEET (UG) પરીક્ષા પર લેવામાં આવ્યો હતો

શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NEET (UG) પરીક્ષા-2024 સંબંધિત મામલામાં ગ્રેસ માર્કસ સંબંધિત સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવી ગયો છે. પટનામાં પરીક્ષાના સંચાલનમાં કેટલીક કથિત ગેરરીતિઓ અંગે બિહાર પોલીસના આર્થિક અપરાધ એકમ પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">