વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ રહો સચેત, કેનેડાની 3 કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાત સહિત હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
Students - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 11:32 PM

કેનેડા (Canada)ના મોન્ટ્રિયાલ શહેરમાં આવેલી ત્રણ કોલેજો અચાનક બંધ થઇ જતા લગભગ 2,000 ભારતીય વિદ્યાર્થી (Student)ઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. આ લોકો ભારતના પંજાબ (Punjab) અને ગુજરાત (Gujarat)ના છે. લાખો રૂપિયાનો કરજો કરી એક સારા ભવિષ્ય માટે આ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા આવેલા છે. આ ત્રણ કોલેજો (Colleges)માં સીસીએસક્યૂ, સીડીઈ અને એમ કોલેજો છે. કોલેજોનું કહેવું છે કે કોરોનાના કારણે એમની આવકમાં ધરખમ ઘટાડો થઇ જવાથી એમને આ પગલાં લેવા પડ્યા છે.

આ કોલેજોએ એક સ્ટુડન્ટ પાસેથી 15,000 થી 29,500 ડોલરની ફી વસુલ કરી છે, જે ભારતના લગભગ 9 લાખથી લઇ 18 લાખ રૂપિયા થાય છે. આ સ્ટુડન્ટોએ કેનેડાના એજ્યુકેશન મંત્રી, ભારતના એમ્બેસેડર (India Ambassador) અને લોકલ એમપીને એક પિટિશન આપી છે. આ આખું પ્રકરણ હાલ કોર્ટમાં છે, તેથી પ્રકરણનો નિવેડો જલ્દી આવવાની શક્યતા નહીંવત છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

ગુજરાતી ઈન કેનેડા નામનું ગ્રુપ સમય સમય પર ભારતમાં રહેતા સ્ટુડન્ટ્સ અને એમના વાલીઓને સચેત રહેવાની સલાહ આપતું રહે છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં તેની વિગતવાર માહિતી મેળવવી ખુબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડાના નાગરિકો નહીં હોવાથી એમને અહીંના કાયદાઓનું સંરક્ષણ પણ મળતું નથી.

ભારતથી કેનેડા ભણવા આવવા માગતા સ્ટુડન્ટ અને તેમના વાલીઓને જણાવવાનું કે કોઈ પણ કોલેજમાં એડમિશન લેતા પહેલાં જો તમારા કોઈ ઓળખીતા કેનેડામાં રહેતા હોય તો એમની પાસેથી શક્ય હોય એટલી માહિતી મેળવવી જોઈએ. કોલેજ અંગેની તમામ માહિતી મેળવી અને ત્યારબાદ જ પ્રવેેેશ પ્રક્રિયા, ફી વગેરે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

આ પણ વાંચો : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામાનુજાચાર્ય સહસ્રાબ્દી સમારોહમાં ભાગ લીધો, કહ્યું દેશની સંસ્કૃતિ વિવિધતાથી ભરેલી છે

g clip-path="url(#clip0_868_265)">