AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savitribai Phule Jayanti : મહિલાઓ માટે મિશાલરૂપ એવા દેશની પહેલી મહિલા શિક્ષકની જન્મજયંતી, કુપ્રથાઓ સામે ઉઠાવ્યો હતો અવાજ

Savitribai Phule Jayanti 2023 : વિધવા વિવાહ, બાળલગ્ન, સતી પ્રથા જેવી કુપ્રથાઓ સમાજમાં જેને જડમૂળથી ઉખાડી હતી તે મહિલા એટલે કે સાવિત્રીબાઈ ફૂલેની આજે જન્મજયંતિ છે, આ દુષ્ટ પ્રથાઓને નાબૂદ કરવા તેમને મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સાવિત્રીબાઈ ફુલેને ભારતમાં મહિલા ચળવળની માતા પણ માનવામાં આવે છે.

Savitribai Phule Jayanti : મહિલાઓ માટે મિશાલરૂપ એવા દેશની પહેલી મહિલા શિક્ષકની જન્મજયંતી, કુપ્રથાઓ સામે ઉઠાવ્યો હતો અવાજ
Savitribai bai Phule
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:24 AM
Share

Savitribai Phule Jayanti 2023 : સાવિત્રીબાઈ ફૂલે ઘણી છોકરીઓ અને મહિલાઓ માટે રોલ મોડેલ અને પ્રેરણા છે. તેમણે છોકરીઓ અને સમાજના અસ્વીકાર્ય વર્ગના લોકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી હતી. સાવિત્રીબાઈ ફુલેએ છોકરીઓ અને મહિલાઓના શિક્ષણમાં વિશેષ ભૂમિકા ભજવી છે. સાવિત્રીબાઈનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા માનવામાં આવે છે. આજે સાવિત્રીબાઈ ફુલેની 192મી જન્મજયંતિ છે. આવો આ અવસર પર દેશના પ્રથમ શિક્ષકના કાર્ય અને જીવન વિશે જાણીએ.

સાવિત્રીબાઈ ફુલેએ મહિલાઓ માટે ખોલી હતી પ્રથમ શાળા

સાવિત્રીબાઈ ફુલેએ સમાજ સુધારક જ્યોતિરાવ ફુલે સાથે મહિલાઓના શિક્ષણ માટે લડત ચલાવી હતી. ફુલે દંપતીએ 1848માં મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીડે વાડા ખાતે મહિલાઓ માટે દેશની પ્રથમ શાળા ખોલી હતી. આ ઉપરાંત સાવિત્રીબાઈ ફુલેએ પણ જાતિ અને લિંગના આધારે ભેદભાવ સામે લાંબી લડાઈ લડી હતી. આ પછી તેમણે 1864માં નિરાધાર મહિલાઓ માટે આશ્રયસ્થાનની સ્થાપના કરી હતી. સાવિત્રીબાઈ ફુલેએ પણ જ્યોતિરાવ ફુલેની ધાર્મિક સુધારક સંસ્થા સત્યશોધક સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે તમામ વર્ગોની સમાનતા માટે સંઘર્ષ કર્યો હતો. સાવિત્રીબાઈ ફુલેને ભારતમાં મહિલા ચળવળની માતા પણ માનવામાં આવે છે.

સમાજ સુધારણા માટે કરેલા કાર્ય

નાઈ સમુદાયના લોકો તેમનાથી પ્રેરિત થઈને આ મુંડન પ્રથા વિરુદ્ધ હડતાળ પર ઉતરી ગયા હતા. સમાજ સુધારણાના આ કાર્યોને આગળ વધારતા અને મહિલાઓના અધિકારો, ગૌરવ અને અન્ય સામાજિક મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવાના હેતુથી તેમણે મહિલા સેવા મંડળની સ્થાપના કરી. જેની ગણના તેમના મહત્વના કાર્યોમાં થાય છે. તે સમયે મોટાભાગના માતા-પિતા છોકરીઓને શિક્ષણ આપવું એ પાપ માનતા હતા. પછી સાવિત્રીબાઈ ફુલે આવા વાલીઓ સાથે અવાર-નવાર બેઠકો યોજી અને તેમની દીકરીઓને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરી. તે કહેતી હતા કે, શિક્ષિત અને શિસ્તબદ્ધ બાળકો એ કોઈપણ સમાજનું ભવિષ્ય છે, જેઓ પાછળથી સમાજનું નેતૃત્વ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, શિક્ષણ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે અને તેઓ સમાજના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

નાની ઉંમરે લગ્ન થઈ ગયા

સાવિત્રીબાઈ ફુલેના લગ્ન નવ વર્ષની ઉંમરે 1940માં જ્યોતિરાવ ફુલે સાથે થયા હતા. લગ્ન પછી, તે જ્યોતિરાવ સાથે નાયગાંવથી પુણે રહેવા ગયા હતા. સાવિત્રીબાઈ ફૂલેને વાંચનનો ખૂબ શોખ હતો. આ જોઈને તેના પતિએ તેને લખતા વાંચતા શીખવ્યું. આ પછી તેણે અહમદનગર અને પુણેમાં શિક્ષક બનવાની તાલીમ પણ લીધી. 1847માં ચોથી પરીક્ષા પાસ કરીને તે એક યોગ્ય શિક્ષક બન્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">