Savitribai Phule દેશની પ્રથમ મહિલા શિક્ષક, 109મી જન્મજયંતિ પર જાણો તેમના સંઘર્ષ વિશે
ઇતિહાસની એ મહિલા કે જેમનુ સંપૂર્ણ જીવન શિક્ષણને સમર્પિત રહ્યુ, હા અમે વાત કરી રહ્યા છે દેશની પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઇ ફૂલેની, જેમની આજે 190મી જન્મ તિથિ છે, આજનો દિવસ તેમના કાર્યો અને સંઘર્ષોને યાદ કરવાનો છે, સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો તેમણે એ સમયે કર્યા હતા જયારે સ્ત્રી શબ્દ અને આત્મનિર્ભર બંને શબ્દોને સાથે બોલી […]
ઇતિહાસની એ મહિલા કે જેમનુ સંપૂર્ણ જીવન શિક્ષણને સમર્પિત રહ્યુ, હા અમે વાત કરી રહ્યા છે દેશની પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઇ ફૂલેની, જેમની આજે 190મી જન્મ તિથિ છે, આજનો દિવસ તેમના કાર્યો અને સંઘર્ષોને યાદ કરવાનો છે, સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો તેમણે એ સમયે કર્યા હતા જયારે સ્ત્રી શબ્દ અને આત્મનિર્ભર બંને શબ્દોને સાથે બોલી શક્વાનો વિચાર પણ કોઇને નહતો આવતો, નાનપણથી જ તેમનું લક્ષ્ય હતું કે ‘કોઈની સાથે ભેદભાવ ન રાખવો અને દરેકને અભ્યાસ કરવાની તક આપવી’ આ વિચારોને લીધે તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષક, કવિ, સમાજસેવક બન્યા, તેમનું લક્ષ્ય છોકરીઓને શિક્ષિત કરવાનું હતું.
સાવિત્રીબાઇને લઇને એક વાત પ્રચલિત છે કે જ્યારે તેઓ શાળાએ જતા હતા ત્યારે પોતાની સાથે એક વધારાની સાડી પણ લઇને જતા હતા, કારણકે લોકો તેમના પર છાણ અને પથ્થરો ફેંકતા હતા જેના લીધે તેમની સાડી ગંદી થઇ જતી હતી, તેઓ મૌખિક દુરવ્યવહાર, સામાજીક ઉત્તેજના જેવા ઘણા પ્રકારના અપમાનને બહાદુરી પૂર્વક સહન કરીને પણ છોકરીઓને ભણાવવાની બાબત પર અડગ રહ્યા, 1851 ના અંત સુધીમાં સાવિત્રીબાઇ દ્વારા પૂણેમાં ત્રણ શાળા ચલાવવામાં આવતી, તેમની શાળાઓમાં ભણાવવાની પદ્ધતિ સરકારી શાળાઓ કરતાં વધુ સારી હોવાનું માનવામાં આવતું હતું અને ટૂંક સમયમાં ફુલેની શાળાઓમાં પ્રવેશ મેળવનારી છોકરીઓની સંખ્યા સરકારી શાળાઓમાં ભણતા છોકરાઓની સરખામણીએ વધી ગઈ હતી
સાવિત્રીબાઇનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રમા થયો હતો, 9 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન ક્રાંતિકારી જ્યોતિબા ફૂલે સાથે થઇ ગયા હતા, તેમના પતિ ક્રાંતિકારી અને સમાજસેવી હતા તેમને જોઇને સાવિત્રી બાઇએ પોતાનુ જીવન પણ સમાજસેવાના કાર્યમાં લગાવી દીધુ, 10 માર્ચ 1897 ના રોજ દેશમાં જ્યારે પ્લેગ ફેલાયો હતો ત્યારે પાંડુરંગ બાબાજી ગાયકવાડના પુત્રને બચાવવાના પ્રયાસ કરતા સાવિત્રીબાઈનું મૃત્યુ થયું હતુ, તેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી પ્લેગથી પીડિત બાળકોની સેવા કરી હતી. સાવિત્રીબાઈએ તેમના જીવનમાં વિધવા વિવાહ કરાવવા, અસ્પૃશ્યતાને નાબૂદ કરવી, સમાજમાં મહિલાઓને બરાબર સમાનતા અપાવવી અને દલિત મહિલાઓને શિક્ષિત કરવા સહિતના કેટલાક લક્ષ્યો નક્કી કર્યા હતા.