જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનું અહીં 22 ઓક્ટોબરની સાંજે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો કેટલાક વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ પછી મામલો વધી ગયો અને તેઓ જામિયાના એબીવીપી યુનિટ સાથે ઘર્ષણ કર્યુ હતુ. આ જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના જ એબીવીપી યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ મામલાને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાંથી વિદ્યાર્થીઓનું એક જૂથ પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળી રહ્યું છે. એબીવીપીના અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, કાર્યક્રમ લગભગ પૂરો થઈ ગયો હતો, અમે પહેલાથી જ દીવા પ્રગટાવ્યા હતા, જ્યારે અન્ય સમુદાયના કેટલાક વિદ્યાર્થીઓએ અમને ઘેરી લીધા અને અમને ધક્કો મારવા લાગ્યા હતા. જ્યારે મામલો વધી ગયો તો જામિયા પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયું, ત્યારબાદ જ મામલો શાંત થયો. એબીવીપીનો આરોપ છે કે આ ઝપાઝપીમાં ઘણા કાર્યકરોને ઈજાઓ પણ થઈ છે.
दिल्ली के जामिया यूनिवर्सिटी में दिवाली कार्यक्रम के दौरान हंगामा, लगे फिलिस्तीन जिंदाबाद के नारे#Delhi | #JamiaMilliaIslamia | #JamiaUniversity pic.twitter.com/e92Tr9FgAZ
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) October 22, 2024
સાંજે લગભગ 7:30 વાગ્યે એબીવીપીના કેટલાક વિદ્યાર્થીઓ જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 7ની અંદર દિવાળી પર દીવા પ્રગટાવીને કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ અન્ય સમુદાયના એક વ્યક્તિના પગે દીવાને સ્પર્શ કર્યો, ત્યારપછી બોલાચાલી થઈ અને બંને પક્ષના લોકો ભેગા થઈ ગયા અને ધક્કા-મુક્કી શરૂ કરી દીધી. બંને તરફથી વિદ્યાર્થીઓએ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા, જોકે આ હંગામો થોડો સમય ચાલ્યો હતો, ત્યારબાદ મામલો શાંત થયો હતો. હાલ આ મામલે પોલીસને કોઈ ફરિયાદ આપવામાં આવી નથી અને યુનિવર્સિટીમાં શાંતિનો માહોલ છે.
જો કે જામિયા યુનિવર્સિટીમાં વિરોધ કોઈ નવી વાત નથી. આ વર્ષે માર્ચમાં પણ અહીંના કેટલાક વિદ્યાર્થીઓએ નાગરિકતા (સંશોધન) અધિનિયમ 2019 એટલે કે CAAનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. યુનિવર્સિટીની આસપાસ ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે આ વિરોધમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
Published On - 8:30 am, Wed, 23 October 24