Education : શું દેશમાં ખુલશે વધુ નવી IIT? જાણો આ અંગે શિક્ષણ મંત્રાલયે શું કહ્યું

એન્જિનિયરિંગ વિષયના અભ્યાસ માટે IIT દેશની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે. આમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) આપવી પડે છે.

Education : શું દેશમાં ખુલશે વધુ નવી IIT? જાણો આ અંગે શિક્ષણ મંત્રાલયે શું કહ્યું
IIT Bombay
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 8:34 AM

આવનારા સમયમાં ભારતમાં નવી IIT બનાવવાની કોઈ યોજના નથી. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે (Union Ministry of Education) સોમવારે આ સંદર્ભમાં માહિતી શેર કરી હતી. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. “હાલમાં દેશમાં નવી IIT સ્થાપવાની કોઈ દરખાસ્ત નથી,” તેમણે કહ્યું. નોંધનીય છે કે એન્જિનિયરિંગ વિષયના અભ્યાસ માટે IIT દેશની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે. આમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) આપવી પડે છે.

આ અભ્યાસક્રમો માટે આપવામાં આવે છે એડમિશન

નાણાંકીય વર્ષ 2014-15ના બજેટમાં, આંધ્રપ્રદેશ, કેરળ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર અને ગોવામાં પાંચ નવી IIT સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેવી જ રીતે 2015-16ના બજેટમાં કર્ણાટકમાં IIT સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત, ધનબાદની ઈન્ડિયન સ્કૂલ ઓફ માઈન્સને આઈઆઈટીમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં દેશમાં 23 IIT છે, જેમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ માટે 16,000થી વધુ બેઠકો છે. આ બેઠકો પર B.Tech, B.Arch અને B.Plan અભ્યાસક્રમો માટે પ્રવેશ આપવામાં આવે છે.

દેશની આ નવી IIT થઈ કાર્યરત

કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકારે વધુમાં જણાવ્યું હતું કે, “તિરુપતિ અને પલક્કડમાં નવી IIT એ 2015માં તેમનું શૈક્ષણિક વર્ષ શરૂ કર્યું હતું. ભિલાઈ, જમ્મુ, ગોવા અને ધારવાડમાં આઈઆઈટીની શરૂઆત 2016માં થઈ હતી. IIT કાનપુર અને IIT BHU, વારાણસી ઉત્તર પ્રદેશમાં કાર્યરત છે.” સરકારે તેમના કામચલાઉ કેમ્પસમાંથી છ નવા IITના સંચાલન માટે રૂપિયા 1,411.80 કરોડ મંજૂર કર્યા છે. પાછળથી તેણે 7,002.42 કરોડના ખર્ચે તબક્કા-A હેઠળ આ IIT માટે કાયમી કેમ્પસની સ્થાપનાને મંજૂરી આપી. આમાં હંગામી કેમ્પસ માટે મંજૂર કરાયેલા નાણાંની બાકીની કિંમતનો પણ સમાવેશ થાય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અમુક હજાર વિદ્યાર્થીઓને મળે છે પ્રવેશ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs) એ સમગ્ર ભારતમાં સ્થિત કેન્દ્ર સરકારની માલિકીની જાહેર તકનીકી સંસ્થાઓ છે. IITs ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ IITમાં પ્રવેશ માટે JEE પરીક્ષા આપે છે. તેમાંથી માત્ર અમુક હજાર વિદ્યાર્થીઓને જ આઈઆઈટીમાં પ્રવેશ મળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">