NEET PG 2025 Registration Date : NEET PG 2025 પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

NEET PG 2025 Registration Date : NEET PG 2025 પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ પરીક્ષા 15 જૂને લેવામાં આવી શકે છે. મેડિકલ પીજીની 52,000 બેઠકો પર પ્રવેશ માટે પરીક્ષા લેવાશે.

NEET PG 2025 Registration Date : NEET PG 2025 પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન
NEET PG 2025 Registration exam date announced
Follow Us:
| Updated on: Dec 12, 2024 | 2:14 PM

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, મેડિકલ સાયન્સ (NBEMS) એ NEET PG 2025 પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 15 જૂન 2025ના રોજ લેવામાં આવશે. બોર્ડે NEET PG માટે ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની તારીખ પણ જાહેર કરી છે. ઇન્ટર્નશિપ પૂર્ણ કરવાની તારીખ 31 જુલાઈ 2025 નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે NEET PG 2025 માટે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે.

આ વિદ્યાર્થીઓ લેશે પરીક્ષામાં ભાગ

દર વર્ષે લગભગ બે લાખ MBBS પાસ વિદ્યાર્થીઓ NEET PG પરીક્ષામાં ભાગ લે છે. NEET PG પરીક્ષા દર વર્ષે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, મેડિકલ સાયન્સ દ્વારા 52,000 મેડિકલ PG સીટો માટે લેવામાં આવે છે. જે ઉમેદવારોએ MBBS ડિગ્રી અને ઇન્ટર્નશિપ પૂર્ણ કરી છે તેઓ પરીક્ષામાં ભાગ લે છે. બોર્ડે પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી છે. આમાં ફેરફાર પણ કરી શકાય છે.

NEET PG 2025 Registration Date : NEET PG 2025 નોંધણી ક્યારે શરૂ થશે?

NEET PG 2025 માટે નોંધણી એપ્રિલ 2025ના ત્રીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે અને ઉમેદવારો મેના ત્રીજા સપ્તાહ સુધી અરજી કરી શકે છે. જો કે બોર્ડ દ્વારા હજુ સુધી રજીસ્ટ્રેશન શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર NEET PG માટે વિગતવાર સૂચના ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

NEET PG 2025 Registration How to Apply : તમે આ રીતે નોંધણી કરાવી શકો છો

  • ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ NEET PG 2025 ટેબ પર ક્લિક કરો.
  • હવે નોંધણી લિંક પર ક્લિક કરો.
  • વિગતો દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
  • અપલોડ કરો અને ડોક્યુમેન્ટ્સ સબમિટ કરો.

NEET PG: પરીક્ષા છેલ્લે ક્યારે યોજાઈ હતી?

2024માં NEET PGની પરીક્ષા 11મી ઓગસ્ટે યોજાઈ હતી. આ પરીક્ષા દેશભરના 185 કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવી હતી. અગાઉ આ પરીક્ષા 23મી જૂને લેવાની હતી પરંતુ પરીક્ષા 22મી જૂને મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો મેડિકલ પીજી કોર્સમાં પ્રવેશ લેવા પાત્ર છે.

g clip-path="url(#clip0_868_265)">