હિન્દીમાં MBBSનો અભ્યાસ ફ્લોપ ! ડોક્ટરોએ કહ્યું-મર્યાદિત થઈ જશે મેડિકલ અભ્યાસક્રમ

IMCના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. જે.એ. જયલાલે જણાવ્યું હતું કે, તબીબી શિક્ષણ માત્ર પુસ્તકો દ્વારા ભણાવી શકાય નહીં, આ માટે ઘણા રિસર્ચ પેપર વાંચવા પડે છે. જે માત્ર અંગ્રેજીમાં છે.

હિન્દીમાં MBBSનો અભ્યાસ ફ્લોપ ! ડોક્ટરોએ કહ્યું-મર્યાદિત થઈ જશે મેડિકલ અભ્યાસક્રમ
Medical Course in Hindi (Symbolic Image)
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Nov 21, 2022 | 7:53 AM

પ્રાદેશિક ભાષાઓમાં તબીબી અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. તબીબોનું માનવું છે કે તબીબી અભ્યાસ દરેક જગ્યાએ હિન્દીમાં શરૂ કરવામાં આવશે, જેની અસર અભ્યાસક્રમ પર પડશે. ડોકટરોએ કહ્યું કે, મધ્યપ્રદેશ સરકારના હિન્દીમાં Medical Education આપવાનો નિર્ણય શરૂઆતમાં ગ્રામીણ વિદ્યાર્થીઓને મદદ કરી શકે છે, પરંતુ તે તેમના વિકાસ અને માહિતીની પહોંચને ગંભીર રીતે મર્યાદિત થઈ જશે.

હિન્દીમાં તબીબી શિક્ષણ આપવા માટે મધ્યપ્રદેશ સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી. MBBS Courseના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબરમાં હિન્દીમાં ત્રણ વિષયોના પુસ્તકો બહાર પાડ્યા. શાહે કહ્યું કે, દેશભરના વિદ્યાર્થીઓએ તેમના ભાષાકીય હીનતા માંથી બહાર આવવું જોઈએ અને તેમની પોતાની ભાષામાં તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરવું જોઈએ.

IMCએ ઉઠાવ્યા પ્રશ્નો

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જે.એ. જયલાલના જણાવ્યા અનુસાર, શાહે ભલે કહ્યું હોય કે, વિદ્યાર્થીઓની ક્ષમતામાં વધારો થશે, પરંતુ તેનાથી વિપરીત, તે તેમના વિકાસને રોકી શકે છે. ડો.જયલાલે મીડિયાને જણાવ્યું કે, આપણે જેની વાત કરી રહ્યા છીએ તે આધુનિક દવા છે, તે સાર્વત્રિક દવા છે.

એજ્યુકેશન માત્ર પુસ્તકો દ્વારા ભણાવી ન શકાય-ડો.જયલાલ

તેમણે કહ્યું કે તેનો ઉપયોગ માત્ર ભારતમાં જ થતો નથી, તે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, જો તમને પ્રાદેશિક ભાષામાં તાલીમ આપવામાં આવે છે, તો તમે વિદેશમાં અભ્યાસ કરવા અને તમારા જ્ઞાન અને કૌશલ્યોને વધારવાની અપેક્ષા રાખી શકતા નથી. તેમણે કહ્યું કે, મેડિકલ એજ્યુકેશન માત્ર પુસ્તકો દ્વારા ભણાવી ન શકાય, આ માટે આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર, મેગેઝીન અને લેખો વારંવાર વાંચવા પડશે. આ બધું અંગ્રેજીમાં લખાયેલું છે.

પ્રાદેશિક ભાષાઓમાં તબીબી શિક્ષણ

પ્રથમ તબક્કામાં મેડિકલ બાયોકેમિસ્ટ્રી, એનાટોમી અને મેડિકલ ફિઝિયોલોજી પરના હિન્દી પાઠ્યપુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશની આગેવાની બાદ ઉત્તરાખંડ સરકારે પણ આગામી શૈક્ષણિક સત્રથી સમાન પગલાં લાગુ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર ધન સિંહ રાવતના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશની સરકારી કોલેજોમાં MBBS હિન્દી અભ્યાસક્રમનો અભ્યાસ કર્યા બાદ એક સમિતિ ઉત્તરાખંડ માટે નવા અભ્યાસક્રમનો ડ્રાફ્ટ તૈયાર કરશે. ગયા અઠવાડિયે તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે. પોનમુડીએ એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર હવે તમિલમાં એમબીબીએસ કોર્સ શરૂ કરવા જઈ રહી છે અને આ સંદર્ભે ત્રણ પ્રોફેસરોની એક સમિતિની રચના કરવામાં આવી હતી.

(ઇનપુટ ભાષા)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati