AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : કોલેજોમાં એક નવેમ્બરથી શરૂ થશે નવું સત્ર, શું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ?

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી ઉદય સામંતે જણાવ્યુ હતુ કે, કોરોનાને ધ્યાનમાં રાખીને કોલેજના નવા સત્ર દરમિયાન પણ ઓફલાઈન વર્ગો (Offline Education) શરૂ કરવામાં આવશે નહીં.

Maharashtra : કોલેજોમાં એક નવેમ્બરથી શરૂ થશે નવું સત્ર, શું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ?
Maharashtra College New session for Academic year 2021 -22
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 3:52 PM
Share

Maharashtra College :  રાજ્યની કોલેજમાં વર્ષ 2021-22 માટે નવુ સત્ર એક નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી ઉદય સામંતે જણાવ્યુ હતુ કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં નવા સત્ર દરમિયાન પણ ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે નહીં. આ સાથે નવા શૈક્ષણિક વર્ષ (New Academic Year)વિશે પણ માહિતી આપતા તેણે જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી શિક્ષણથી મેળવી શકશે.

કોરોનાને કારણે શિક્ષણ પર માઠી અસર પડી

ઉપરાંત શિક્ષણ મંત્રી ઉદય સામંતે (Uday Samant) જણાવ્યુ કે ,ઓફલાઈન વર્ગો ખોલવા અંગેનો નિર્ણય જિલ્લા કલેક્ટરની સલાહ લીધા બાદ જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોવિડના કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળા-કોલેજો બંધ છે. કોરોનાને કારણે શિક્ષણ પર માઠી અસર જોવા મળી છે.ત્યારે હાલમાં પણ કોવિડની ત્રીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન શિક્ષણ જ યથાવત રાખવામાં આવ્યુ છે.

કોરોનાની પિરસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે : રાજ્ય શિક્ષણ મંત્રી

કોલેજોના નવા સત્રની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે એ નોંધવું જોઇએ કે રાજ્યમાં કોવિડ -19 ની પરિસ્થિતિને આધારે તેમાં ફેરફાર આવી શકે છે. ઉદય સામંતે જણાવ્યુ કે, સરકાર કોલેજો(College Reopen)ફરી ખોલવાનો ઉતાવળિયો નિર્ણય લઈ શકે નહિ, કારણ કે ઘણા વિદ્યાર્થીને હજુ પણ કોવિડ -19 વેક્સિનનો પ્રથમ ડોઝ પણ મળ્યો નથી. વધુમાં જણાવ્યુ કે,માત્ર 18 ટકા લોકો જ ફુલી વેક્સિનેટ છે.

ઓગસ્ટમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં NEET MDS 2021 દ્વારા રાજ્યની કોલેજોમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી હતી. શૈક્ષણિક વર્ષ 2021-22 માટે રાજ્યમાં સરકારી,કોર્પોરેશન,ખાનગી સંસ્થાઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા (Registration Process) શરૂ થશે. ઉમેદવારો MHCET ની સત્તાવાર વેબસાઇટ, mahacet.org દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.

રાજ્ય સેવા મુખ્ય પરીક્ષા તારીખ જાહેર

મહારાષ્ટ્ર લોક સેવા આયોગ દ્વારા 4 થી 6 ડિસેમ્બર દરમિયાન મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા રાજ્યના અમરાવતી, ઓરંગાબાદ, મુંબઈ, નાગપુર, નાસિક અને પુણે જિલ્લામાં લેવામાં આવશે.

આ પણ વાંચો: નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો: Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર એક્શનમાં, મહિલાઓની સલામતીને લઈને અધિકારીઓને આપ્યા નિર્દેશ

g clip-path="url(#clip0_868_265)">