JNV Admission 2025 : નવોદય શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, જાણો કઈ રીતે ફોર્મ ભરવા સહિતની સંપૂર્ણ વિગતો
જવાહર નવોદય વિદ્યાલય (JNV) માં ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે માતા-પિતા તેમના બાળકને નવોદય શાળામાં મોકલવા માંગતા હોય તેઓ શાળાની ઓફિશિયલ વેબસાઇટ Navodaya.gov.in પર જઈને સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે અને ઓનલાઈન અરજી પણ કરી શકે છે.

જો તમે પણ તમારા બાળકને નવોદય સ્કૂલમાં ભણાવવા માંગતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ શૈક્ષણિક વર્ષ 2025 માટે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ઓફિશિયલ રીતે શરૂ કરી દીધી છે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા હવે નવોદય સ્કૂલની ઓફિશિયલ વેબસાઇટ Navodaya.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) ધોરણ 6 માં પ્રવેશ માટેનું અરજીપત્ર cbseitms.nic.in પર પણ ઉપલબ્ધ છે.
દેશભરમાં ઘણી જવાહર નવોદય વિદ્યાલયો છે, તેથી તેમાંથી કોઈપણ એકમાં સીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ નિયત સમયમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. પ્રવેશ પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને નિયમોનો સમાવેશ થાય છે. જેનું પાલન અરજદારો માટે જરૂરી છે, જેથી અરજી કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.
જાણો આ બાબતો
- વિદ્યાર્થીઓ તેમના જિલ્લામાં આવેલી નવોદય વિદ્યાલયમાં જ પ્રવેશ લઈ શકશે. ફોર્મ સબમિટ કરતી વખતે રહેઠાણનું પ્રમાણપત્ર પણ ભરવું જરૂરી છે.
- જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ લાયક હશે, જેમણે કોઈપણ સરકારી, સરકારી સહાયિત અથવા માન્ય શાળામાંથી ધોરણ 3, 4 અને 5 નો અભ્યાસ કર્યો હોય અને દરેક વર્ગમાં પાસ થયા હોય.
- વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં બેસવાની માત્ર એક જ તક મળશે.
- નવોદય વિદ્યાલયમાં 75 ટકા બેઠકો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે અનામત છે, જ્યારે બાકીની 25 ટકા બેઠકો જિલ્લાના અનામત ધારાધોરણો અનુસાર શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારના ઉમેદવારોના મેરિટના આધારે ભરવામાં આવશે.
- ગ્રામીણ ક્વોટા દ્વારા નવોદય શાળામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી સરકારી, સરકારી સહાયિત અથવા સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ 3, 4 અને 5 પાસ કરેલું હોવું આવશ્યક છે.
- જે વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારોમાં આવેલી શાળાઓમાંથી ધોરણ 3, 4 અને 5 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમને શહેરી વિસ્તારના ગણાશે.
- વિદ્યાર્થીઓની પસંદગી પ્રવેશ પરીક્ષાના આધારે કરવામાં આવશે. નવોદય વિદ્યાલય સમિતિની આ પરીક્ષાનું નામ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) છે.
આવા વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત છે
જવાહર નવોદય વિદ્યાલયની દરેક શાખામાં 75 ટકા બેઠકો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અનામત છે. આ ઉપરાંત જિલ્લાની વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અનામત આપવાની જોગવાઈ છે.
જો કે આ અનામતનો રાષ્ટ્રીય ગુણોત્તર અનુસૂચિત જાતિ માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિ માટે 75 ટકાથી ઓછો ન હોવો જોઈએ અને બંને માટે સંયુક્ત અનામત 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો છોકરીઓ માટે પણ અનામત છે.
