Gujarat Board Result 2023 : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું રિઝલ્ટ આવતીકાલે, જાણો કેવી રીતે ચેક કરશો
GSEB Board 10th Result 2023 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવા જઈ રહ્યું છે. રિઝલ્ટ જોવા માટે gseb.org વેબસાઇટની મુલાકાત લો.

Gujarat Board 10th 12th Result 2023 : ગુજરાત બોર્ડ 10નું રિઝલ્ટ આવતીકાલે એટલે કે 25 મે 2023ના રોજ જાહેર થશે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે.
આ પણ વાંચો : Gujarat Board 12th Result 2023 : વિદ્યાર્થીઓની રાહનો આવશે અંત, વાંચો કઈ તારીખે રિઝલ્ટ થઈ શકે છે જાહેર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. હવે આ બંન્ને ધોરણનું રિઝલ્ટ કાલે જાહેર કરવામાં આવી શકે છે. રિઝલ્ટ જાહેર થયા પછી, તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.
GSEB SSC HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક
- સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
- સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
- સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.
WhatsApp પર જુઓ Gujarat Board Result
ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને વોટ્સએપ પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું રિઝલ્ટ મેળવી શકે છે. વધુ વિગતો માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.
વર્ષ 2022 માં GSEB SSC 10માનું રિઝલ્ટ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. GSEB SSC 10 મા પરિણામની સાથે બોર્ડના અધિકારીઓ દ્વારા સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 65.18 ટકા રહી છે.