Gujarat Board 12th Result 2023 : વિદ્યાર્થીઓની રાહનો આવશે અંત, વાંચો કઈ તારીખે રિઝલ્ટ થઈ શકે છે જાહેર
Gujarat Board 12th Result 2023 : આ વખતે ગુજરાત સાયન્સ બોર્ડના રિઝલ્ટમાં નવું એ હતું કે બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત વિદ્યાર્થીઓને વ્હોટ્સ એપ પર પણ પરિણામ મોકલવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્હોટ્સ એપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો હતો.
Gujarat Board 12th Result 2023 : ગુજરાત બોર્ડ 12માની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 02 મે 2023ના રોજ આવ્યું હતું. Gujarat Board HSC Scienceનું પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 9 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. ઓનલાઈન માર્કશીટ ઓફિશિયલ વેબસાઈટ- પર મુકવામાં આવી હતી.
આ વખતે નવું એ હતું કે બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત વિદ્યાર્થીઓને વ્હોટ્સ એપ પર પણ પરિણામ મોકલવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્હોટ્સ એપ નંબર 6357300971 જાહેર કરવામાં આવ્યો હતો. આ વ્હોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ ઓનલાઈન મેળવ્યું હતું.
પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલુ
વાત કરીએ ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તો, આ રિઝલ્ટ મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. કેમ કે હાલમાં વિદ્યાર્થીઓના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલું છે. મે ના અંતિમ સપ્તાહ અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ કહેવામાં આવી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાલક્ષી કામગીરી હાલ પૂર્ણતાના આરે પહોંચી ગયેલી છે. એટલ કે હવે ટૂંક જ સમયમાં વિદ્યાર્થીની રાહનો અંત આવશે અને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
Gujarat Board Science માં 1.24 લાખ વિદ્યાર્થીઓ
આ વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં 9,56,753 વિદ્યાર્થીઓ, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓ છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વિદ્યાર્થીઓનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને જન્મ તારીખ દ્વારા તેમનું પરિણામ ચકાસી શકે છે.
GSEB વર્ગ 10 ની પરીક્ષા 2023 14 થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે GSEB વર્ગ 12 ની પરીક્ષા 2023 માર્ચ 14 થી 25, 2023 દરમિયાન લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં 10માનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થશે.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…