Delhi: વિદ્યાર્થી સંઘમાં ABVP બાદ હવે DUTAની ચૂંટણીમાં RSS સમર્થિત NDTF ના ઉમેદવારે પ્રમુખ પદ પર મેળવી જીત
ડેમોક્રેટિક યુનાઇટેડ ટીચર્સ એલાયન્સમાં વિવિધ વિચારધારાઓના લગભગ 9 શિક્ષક સંગઠનોનો સમાવેશ થાય છે, જેમણે સાથે મળીને ડેમોક્રેટિક યુનાઇટેડ ટીચર્સ એલાયન્સની રચના કરી હતી. આમ છતાં ગઠબંધનને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) ના પ્રમુખ પદ માટેની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ પદે એ.કે. ભાગીનો વિજય થયો હતો. એ.કે. ભાગી RSS સમર્થિત નેશનલ ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટ (NDTF) ના ઉમેદવાર હતા. ચૂંટણીમાં તેમણે ડેમોક્રેટિક યુનાઇટેડ ટીચર્સ એલાયન્સ (DUTA) ના ઉમેદવાર આદિત્ય નારાયણ મિશ્રાને હરાવ્યા હતા અને DUTA પ્રમુખનું પદ કબજે કર્યું હતું.
એ.કે. ભાગીએ આદિત્યને 395 મતોથી હરાવ્યા
આ ચૂંટણીમાં DUTA ઉમેદવાર એ.કે. ભાગીને 4,182 મત મળ્યા, જ્યારે તેમના વિરોધી આદિત્ય નારાયણ મિશ્રાને 3,787 મત મળ્યા હતા. ભાગીએ આદિત્યને 395 મતોથી હરાવ્યા. 9,500 મતદારોમાંથી 8,187 મતદારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો અને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
9 શિક્ષક સંગઠનોનો થાય છે સમાવેશ
ડેમોક્રેટિક યુનાઇટેડ ટીચર્સ એલાયન્સમાં વિવિધ વિચારધારાઓના લગભગ 9 શિક્ષક સંગઠનોનો સમાવેશ થાય છે, જેમણે સાથે મળીને ડેમોક્રેટિક યુનાઇટેડ ટીચર્સ એલાયન્સની રચના કરી હતી. આમ છતાં ગઠબંધનને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 9 સંગઠનોનું આ જોડાણ RSS સમર્થિત નેશનલ ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટ સામે સ્પર્ધા કરી રહ્યું હતું, જેમાં NDTF એ જીત નોંધાવી હતી અને સીટ પર પોતાની પકડ જાળવી રાખી હતી. ચૂંટણીમાં અન્ય વિજેતાઓ પણ NDTFના છે.
કેમેસ્ટ્રીના પ્રોફેસર છે એ.કે. ભાગી
પ્રમુખ પદ માટે ચૂંટણી જીતનાર એ.કે. ભાગી દયાલ સિન્રાહ કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર છે. જેમણે ઓરોબિંદો કોલેજના શિક્ષક ડો. આદિત્ય નારાયણ મિશ્રાની સામે ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આદિત્યને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓનું સમર્થન હતું. એ.કે. ભાગી ભાજપની નજીકના ગણાય છે.
આ પણ વાંચો : DUSU ચૂંટણીમાં ABVPની જીત, BJPએ કહ્યું- યુવા રાષ્ટ્રવાદી દળો સાથે
પ્રમુખ પદ માટે માત્ર બે જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં એ.કે. ભગીરથે આદિત્ય મિશ્રાને હરાવી વિજયનો ઝંડો લહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2021માં નેશનલ ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટે DUTA ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. અગાઉ ડેમોક્રેટિક ટીચર્સ ફ્રન્ટ સતત 5 વખત ચૂંટણી જીતીને સત્તા પર હતું.
શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો