CBSE Board : ધોરણ 6 થી વિદ્યાર્થીઓ શીખશે કોડિંગ, Skill Development ના 33 કોર્ષનું લિસ્ટ જાહેર
Skill Development Course : CBSE Board તરફથી નવી શિક્ષણ નીતિ હેઠળ, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કિલ મોડ્યુલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે.

CBSE Board Skill Development : વોકેશનલ એજ્યુકેશનની સાથે વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ માટે પણ શીખવવામાં આવશે. અત્યાર સુધી આવા કોર્સ નવમા ધોરણ પછી વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવતા હતા, પરંતુ હવે CBSE Boardમાં છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, કોડિંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, હ્યુમેનિટી અને કોવિડ, ખાદી કાશ્મીરી એમ્બ્રોઈડરી, રોકેટ, સેટેલાઈટ વિશે શીખશે.
આ પણ વાંચો : CBSE બોર્ડની પરીક્ષામાં કોપી કરતા પકડાય તો શું થશે સજા, જાણો Punishment
CBSE બોર્ડ દ્વારા આવા 33 અભ્યાસક્રમોની યાદી જાહેર કરવામાં આવી છે. બોર્ડ અનુસાર આ સ્કિલ મોડ્યુલ 12 થી 15 કલાકના હશે. તેમાં, 30 ટકા સમય થિયરીનો અને 70 ટકા એક્ટિવિટી રહેશે.
NEP 2020 હેઠળ ફેરફાર
નવી શિક્ષા નીતિ 2020 માં કૌશલ્ય શિક્ષણનો વિકાસ કરવા માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની શરૂઆત કરવામાં આવી છે. આની સાથે જ CBSE બોર્ડની 8મી માટે ડેટા સાઈન્સ અને 6મી માટે સ્કિલ ડેવલપમેન્ટની સંપૂર્ણ માહિતી આપશે. શિક્ષણ મંત્રાલય 2020 માં એક નવી શિક્ષણ નીતિ લઈને આવ્યું છે. તેના અંતર્ગત શાળામાં શિક્ષણની સાથે-સાથે ટેકનિકલ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં ઘણી સુધારણા રજૂ કરવામાં આવી છે. એક કડીમાં આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ સામેલ કરવામાં આવી રહ્યો છે.
બોર્ડે 33 વિષયોને સૂચિબદ્ધ કર્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, Financial Literacy, કોડિંગ, ડેટા સાયન્સ, કાશ્મીરી ભરતકામ, એપ્લિકેશન ઓફ સેટેલાઇટ, માનવતા અને કોવિડ-19નો સમાવેશ થાય છે. આ મોડ્યુલ 12-15 કલાકના હશે. CBSE સાથે જોડાયેલી શાળાઓને કહેવામાં આવ્યું છે કે, આ વિષયો માટે નવી પેટર્ન તૈયાર કરવામાં આવશે. તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 33 અભ્યાસક્રમોની યાદી જોઈ શકો છો.
CBSE AI Course List અહીં ચેક કરો
CBSE કોર્સમાં કોડિંગનો સમાવેશ થાય છે
કોડિંગ એ એક ક્રિએટિવ એક્ટિવિટી છે. જેમાં કોઈપણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. તે કોમ્પ્યુટેશનલ કુશળતા વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સમસ્યાઓ ઉકેલવા માટે વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો સંપર્ક કરવો. આને લગતા અભ્યાસક્રમોને CBSEમાં સામેલ કરવામાં આવ્યા છે.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…