AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSEએ 9થી 12ના ધોરણમાં ઉમેર્યા 5 વિષયો, જાણો હવે કેવી રીતે થશે માર્કસની ગણતરી

CBSE Marks Calculation with Extra Subject : CBSEએ ધોરણ-9થી 12માં સુધી કુલ 5 વિષયોનો વધારો કર્યો છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે, એક્સ્ટ્રા પેપર સાથે ફાઈનલ માર્કસની ગણતરી કેવી રીતે થશે?

CBSEએ 9થી 12ના ધોરણમાં ઉમેર્યા 5 વિષયો, જાણો હવે કેવી રીતે થશે માર્કસની ગણતરી
CBSE Board Exams
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 10:38 AM
Share

CBSE એ ધોરણ-9થી 12માં સુધી એડિશનલ સ્કિલ વિષયોમાં વધારો કર્યો છે. ધોરણ-9, 10માં 3 વિષયો અને ધોરણ 11, 12ના લિસ્ટમાં 4 એક્સ્ટ્રા વિષયો ઉમેરવામાં આવ્યા છે. આમાંના બે સામાન્ય છે. એટલે કે કુલ 5 વિષયો જોડાયેલા છે. આ બધા CBSE Skill Subjects છે. આ સાથે બોર્ડે એ પણ જણાવ્યું છે કે, જો કોઈ વિદ્યાર્થી મુખ્ય 5 વિષયો સિવાય એક્સ્ટ્રા વિષયોની પરીક્ષા આપે છે તો તેના માર્કસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે. કારણ કે અંતિમ પરિણામમાં માત્ર 5 વિષયના માર્કસ ઉમેરવામાં આવશે. જો તમે CBSE બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આમાંથી એક અથવા બંને વસ્તુઓ તમારા કામની છે.

આ વિષયોનો થયો છે વધારો

સૌ પ્રથમ, ચાલો નવા વિષયો વિશે વાત કરીએ જે CBSE એ તેના સ્કિલ મોડ્યુલમાં ઉમેર્યા છે. ડિઝાઈન થિંકીંગ એન્ડ ઈનોવેશન, ફાઉન્ડેશન સ્કીલ્સ ફોર સાયન્સ (ફાર્માસ્યુટીકલ અને બાયોટેકનોલોજી) અને ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર… આ ત્રણ વિષયો 9માં-10માં જોડાયેલા છે. ડિઝાઇન થિંકિંગ અને ઇનોવેશન, ફિઝિકલ એક્ટિવિટી ટ્રેનર, લેન્ડ ટ્રાન્સપોર્ટેશન એસોસિયેટ અને ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર… આ 4 વિષયો 11-12માં ઉમેરવામાં આવ્યા છે.

CBSE Skill Subjects શું છે?

CBSE બોર્ડ 9માં ધોરણથી 12માં ધોરણ સુધીના ઘણા સ્કિલ કોર્સ ઓફર કરે છે. બાળકો તેમની રુચિ અનુસાર આમાંથી એક અથવા વધુ પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓને તેમના પસંદ કરેલા વિષયમાં તાલીમ આપવાની જવાબદારી શાળાની છે. તેનો હેતુ બાળકોને શાળા કક્ષાએથી જ મુખ્ય વિષયો સિવાય વિશેષ ક્ષેત્રોનું જ્ઞાન આપવાનો છે. હાલમાં બોર્ડ 9માં, 10મામાં કુલ 22 સ્કિલ વિષયો અને 11માં, 12મામાં 43 સ્કિલ વિષયો ઓફર કરે છે.

CBSE બોર્ડ તેમના ઓનલાઇન લેક્ચર્સ cbse.gov.in પર કરશે અપલોડ

મીડસ લેવલ (ક્લાસ 6, 7 અને 8) પર કુલ 33 સ્કિલ મોડ્યુલ છે. આ 12થી 15 કલાકના હોય છે, જેમાં 70 ટકા અભ્યાસ પ્રેક્ટિકલ એટલે કે હેન્ડ ઓન ટ્રેનિંગ અને 30 ટકા થિયરી ક્લાસ દ્વારા કરવાના હોય છે. CBSE બોર્ડ તેમના ઓનલાઇન લેક્ચર્સ cbse.gov.in પર પણ અપલોડ કરશે. આ મફત છે. વિદ્યાર્થીઓ તેને ડાઉનલોડ કરી શકે છે.

શાળાઓ આ વિષયોની પરીક્ષા પોતાના લેવલે લે છે. મોટે ભાગે પ્રોજેક્ટ આધારિત અસેસમેન્ટના સ્વરૂપમાં. આ મોડ્યુલોના અમલ માટે બોર્ડ શાળાઓ પાસેથી કોઈ ફી વસૂલતું નથી.

CBSE Examમાં માર્કસની ગણતરી કેવી રીતે થશે?

એક પરિપત્રમાં, CBSE બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ 9-10માં સ્કિલ વિષયો પસંદ કરનારા વિદ્યાર્થીઓની માર્કિંગ સ્કીમમાં સુધારો કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી સ્કિલ વિષયનો અભ્યાસ કરે છે. (જેને CBSE 6th Paper તરીકે પણ ઓળખવામાં આવે છે), તો તેના શ્રેષ્ઠ 5 ગુણની ગણતરી આ રીતે કરવામાં આવશે.

3 મુખ્ય વિષયો – બે ભાષામાંથી એક (ફરજિયાત) + વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન અને એડિશનલના એટલે કે છઠ્ઠા વિષયના ગુણ (જેમાંથી 4 શ્રેષ્ઠ હશે). આ CBSE 10મા શ્રેષ્ઠ 5 વિષયના ગુણના આધારે કુલ ટકાવારીની ગણતરી કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">