Wheat Farming: ખેડૂતો ઘઉંની આ સુધારેલી જાતનું વાવેતર કરીને મેળવી શકશે એક હેક્ટરે 74 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન
ઘઉંની વેરાઈટી HD 3406 (સુધારેલ HD 2967) નું વાવેતર પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતો કરી શકે છે. આ જાતનું એવરેજ ઉત્પાદન 54.73 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે, જ્યારે મહત્તમ ઉત્પાદન ક્ષમતા 64.05 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. સુધારેલ ઘઉંની જાત HD 3406 (સુધારેલ HD 2967) રસ્ટ રોગ સામે પ્રતિરોધક છે.
ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ઘઉં ઉત્પાદક (Wheat Production) દેશ છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ખેડૂતો (Farmers) ઘઉંની વધારે ખેતી કરે છે. ઘણા રાજ્યના ખેડૂતોએ રવિ સિઝન માટે ઘઉંનું વાવેતર પણ શરૂ કર્યું છે. આજે આપણે ઘઉંની એવી વેરાઈટી વિશે જાણીશું, જેના દ્વારા ખેડૂતો એક હેક્ટરે 74 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મેળવી શકે છે. ચાલો ઘઉંની આ ત્રણ સુધારેલી જાતો વિશે વિગતવાર જાણીએ.
ઘઉંની વેરાઈટી HD 3406 (સુધારેલ HD 2967)
ઘઉંની વેરાઈટી HD 3406 (સુધારેલ HD 2967) નું વાવેતર પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતો કરી શકે છે. આ જાતનું એવરેજ ઉત્પાદન 54.73 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે, જ્યારે મહત્તમ ઉત્પાદન ક્ષમતા 64.05 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. સુધારેલ ઘઉંની જાત HD 3406 (સુધારેલ HD 2967) રસ્ટ રોગ સામે પ્રતિરોધક છે. આ ઉપરાંત તે પાંદડા/ભૂરા કાટના રોગ અને પટ્ટાવાળા/પીળા રસ્ટ રોગ સામે પ્રતિરોધક છે.
ઘઉંની વેરાઈટી HD-3385
ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, પુસા દ્વારા ઘઉંની HD-3385 જાત વિકસાવવામાં આવી છે. જે 123 થી 147 દિવસમાં તૈયાર થાય છે. HD-3385 વેરાઈટીનું સરેરાશ ઉત્પાદન 62.1 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. મહત્તમ ઉત્પાદન 73.4 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. HD-3385 જાત રોગો સામે રક્ષણ આપે છે. ઘઉંની આ વેરાઈટી પટ્ટાવાળા કાટ, પાંદડાના કાટ, ઘઉંના ફૂગ અને ફ્લેગ સામે પ્રતિરોધક છે. તેનું વાવેતર ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય મેદાનો માટે યોગ્ય છે.
આ પણ વાંચો : Wheat Price: તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો, માગ વધવાથી ઘઉંના ભાવમાં થયો વધારો
ઘઉંની જાત HI 1634 (પુસા અહિલ્યા)
ઘઉંની વેરાઈટી HI 1634 (પુસા અહિલ્યા) ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, ઈન્દોર દ્વારા વિકસાવવામાં આવી છે. મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ખેડૂતો આ જાતનું વાવેતર કરી શકે છે. અન્ય રાજ્યના ખેડૂતો પણ તેની વાવણી કરી શકે છે. તેનું સરેરાશ ઉત્પાદન એક હેક્ટરે 51.6 ક્વિન્ટલ છે, જ્યારે મહત્તમ ઉત્પાદન ક્ષમતા એક હેક્ટરે 70.6 ક્વિન્ટલ છે.