AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Price: તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો, માગ વધવાથી ઘઉંના ભાવમાં થયો વધારો

સરકારી ડેટા અનુસાર 17 ઓક્ટોબર, 2023ના રોજ ઘઉંના સરેરાશ ભાવ 30.29 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે મહત્તમ કિંમત 58 રૂપિયા પ્રતિ કિલો છે. 1 મે, 2023ના રોજ બજારમાં ઘઉંના સરેરાશ ભાવ 28.74 રૂપિયા પ્રતિ કિલો અને મહત્તમ ભાવ 49 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. ઘઉંનો નવો પાક 15 માર્ચ, 2024 પછી જ બજારમાં પહોંચવાની ધારણા છે.

Wheat Price: તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો, માગ વધવાથી ઘઉંના ભાવમાં થયો વધારો
Wheat Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 4:19 PM
Share

તહેવારોની સિઝનમાં ઘઉંના ભાવમાં (Wheat Price) વધારો થયો છે. હાલમાં ઘઉંની માગમાં વધારો થતા સ્થાનિક બજારમાં ભાવ 8 મહિનાની ટોચે પહોંચી ગયા છે. તેથી એવું માનવામાં આવી રહ્યુ છે કે ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે સરકાર બજારમાં તેના સ્ટોકમાંથી વધારે ઘઉં જાહેર કરી શકે છે. આ ઉપરાંત આગામી ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને (Election) ધ્યાને લઈ કેન્દ્ર સરકાર સ્થાનિક બજારમાં ભાવને નિનિયંત્રણમાં રાખવા માટે ઘઉંની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી શકે છે.

6 માસમાં ભાવમાં 22 ટકાનો ઉછાળો

ઘઉંની આયાત પર ડ્યુટી નાબૂદ થવાથી આયાત સસ્તા ભાવે થશે. રોઇટર્સના અહેવાલ મુજબ, મંગળવારે, 17 ઓક્ટોબરે દિલ્હીમાં ઘઉંના ભાવ 1.6 ટકા ના વધારા સાથે 27,390 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન પર પહોંચ્યા હતા. ઘઉંના આ ભાવ 10 ફેબ્રુઆરી, 2023 પછીનો સૌથી વધુ છે. છેલ્લા 6 માસમાં ભાવમાં 22 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આગામી સમયમાં પણ જો ઘઉંના ભાવમાં વધારો થતો રહેશે તો છૂટક મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને ખાદ્યપદાર્થોની મોંઘવારી વધી શકે છે.

ઘઉંના સરેરાશ ભાવ 30.29 રૂપિયા પ્રતિ કિલો

સરકારી ડેટા અનુસાર 17 ઓક્ટોબર, 2023ના રોજ ઘઉંના સરેરાશ ભાવ 30.29 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે મહત્તમ કિંમત 58 રૂપિયા પ્રતિ કિલો છે. 1 મે, 2023ના રોજ બજારમાં ઘઉંના સરેરાશ ભાવ 28.74 રૂપિયા પ્રતિ કિલો અને મહત્તમ ભાવ 49 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. ઘઉંનો નવો પાક 15 માર્ચ, 2024 પછી જ બજારમાં પહોંચવાની ધારણા છે. તેથી ભાવને નિયંતણમાં લાવવા માટે સરકારે ખુલ્લા બજારમાં તેના ક્વોટાના સ્ટોકમાંથી ઘઉં જાહેર કરવા પડશે.

આ પણ વાંચો : ઘઉંની એવી જાતો જેને નથી લાગતો રોગ, પ્રતિ હેક્ટર 87 ક્વિન્ટલ સુધીની છે ઉત્પાદન ક્ષમતા, જાણો અહીં તમામ માહિતી

ઘઉંનો સ્ટોક 24 મિલિયન મેટ્રિક ટન

ઘઉંની આયાત વધારવા માટે આયાત ડ્યુટી નાબૂદ કરવાની પણ માગ કરવામાં આવી છે. અત્યારે સરકાર ઘઉં પર 40 ટકા આયાત જકાત લાદે છે, જેના કારણે આયાત ખૂબ જ મોંઘી બની જાય છે. આ કારણોસર વેપારીઓ આયાત કરવામાં મુશ્કેલી અનુભવે છે. 1 ઓક્ટોબર, 2023ના રોજ, સરકારી વેરહાઉસમાં ઘઉંનો સ્ટોક 24 મિલિયન મેટ્રિક ટન હતો, જે પાંચ વર્ષની સરેરાશ 37.6 મિલિયન મેટ્રિક ટન કરતાં ઘણો ઓછો છે. નિષ્ણાતો માને છે કે અલ નીનોને કારણે રવિ સિઝનમાં ઘઉંના ઉત્પાદનને અસર થઈ શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">