ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ઉનાળુ મગફળી (Groundnut), મકાઈ અને ડાંગરના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. પાનકોરીયા જીવાતના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડિમેટોન ૨૫% ઈ.સી. ૧૦ મિ.લિ. કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2. ઉનાળુ મગફળીમાં પરભક્ષી ડાળિયા જોવા મળે તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું.
3. ખાસ કરીને ફુલ આવવા અને સુયા બેસવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.
4. ઉભા પાકમાં થડનો કોહવારો જોવા મળે તો પંપની નોઝલ કાઢી ટ્રાઇકોડર્માં કલ્ચરનું મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું.
5. જેસીડ, થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. ૧૫ થી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
1. સ્વીટ કોર્ન મકાઈ માટે માધુરી, અમેરિકન મકાઈ અથવા વિનઓરેન્જ નું વાવેતર કરવું.
2. રાસાયણિક ખાતર ૧૨૦-૬૦-૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.
3. ચાર ટપકાવાળી ઇયળના અસરકારક નિયંત્રણ માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે લગાવવા તથા તેમની લ્યુર ૪૦ દિવસે બદલવી.
1. ઉનાળુ ડાંગરની રોપણી કરવા માટે પુષ્ઠ પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો.
1. કુંવાર પાઠા માટે ગુજરાત આણંદ કુંવારપાઠુ -૧ નું વાવેતર કરવું.
1. રાસાયણિક ખાતર ૧૫-૨૫-૨૫ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. રીઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપી વાવેતર કરવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?
આ પણ વાંચો : Success Story: યુવાઓ માટે મિસાલ બન્યા આ પ્રગતિશીલ યુવા ખેડૂત, કૃષિમાં પણ સફળ કારકિર્દી બનાવી શકાય તે સાબિત કર્યું
આ પણ વાંચો : ડુંગળીના ભાવમાં ભારે ઉથલ-પાથલ, ડુંગળીના ઉત્પાદકોને 11 કરોડ 72 લાખ રૂપિયાનું નુકસાન