ખેડૂતોએ માર્ચ માસમાં ઉનાળુ મગફળી, મકાઈ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ માર્ચ માસમાં ઉનાળુ મગફળી, મકાઈ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Groundnut Crop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:39 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ઉનાળુ મગફળી (Groundnut), મકાઈ અને ડાંગરના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ઉનાળુ મગફળી

1. પાનકોરીયા જીવાતના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૩૬% એસ.એલ. ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડિમેટોન ૨૫% ઈ.સી. ૧૦ મિ.લિ. કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

2. ઉનાળુ મગફળીમાં પરભક્ષી ડાળિયા જોવા મળે તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

3. ખાસ કરીને ફુલ આવવા અને સુયા બેસવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.

4. ઉભા પાકમાં થડનો કોહવારો જોવા મળે તો પંપની નોઝલ કાઢી ટ્રાઇકોડર્માં કલ્ચરનું મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું.

5. જેસીડ, થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. ૧૫ થી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મકાઈના પાકમાં ખેતી કાર્યો

1. સ્વીટ કોર્ન મકાઈ માટે માધુરી, અમેરિકન મકાઈ અથવા વિનઓરેન્જ નું વાવેતર કરવું.

2. રાસાયણિક ખાતર ૧૨૦-૬૦-૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.

3. ચાર ટપકાવાળી ઇયળના અસરકારક નિયંત્રણ માટે ૫૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે લગાવવા તથા તેમની લ્યુર ૪૦ દિવસે બદલવી.

ડાંગરના પાકમાં ખેતી કાર્યો

1. ઉનાળુ ડાંગરની રોપણી કરવા માટે પુષ્ઠ પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો.

કુંવાર પાઠુ

1. કુંવાર પાઠા માટે ગુજરાત આણંદ કુંવારપાઠુ -૧ નું વાવેતર કરવું.

ચોળીના પાકમાં ખેતી કાર્યો

1. રાસાયણિક ખાતર ૧૫-૨૫-૨૫ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. રીઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપી વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

આ પણ વાંચો : Success Story: યુવાઓ માટે મિસાલ બન્યા આ પ્રગતિશીલ યુવા ખેડૂત, કૃષિમાં પણ સફળ કારકિર્દી બનાવી શકાય તે સાબિત કર્યું

આ પણ વાંચો : ડુંગળીના ભાવમાં ભારે ઉથલ-પાથલ, ડુંગળીના ઉત્પાદકોને 11 કરોડ 72 લાખ રૂપિયાનું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">