ખેડૂતોએ જાન્યુઆરી માસમાં શેરડી, ચીકુ, કેળ અને દાડમના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જાન્યુઆરી માસમાં શેરડી, ચીકુ, કેળ અને દાડમના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Sugarcane Farming - Symbolic Image

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jan 17, 2022 | 11:31 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે શેરડી, ચીકુ, કેળ અને દાડમના (Fruit Crops) પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શેરડી

1. શેરડીમાં ટોચ વેધક, મૂળ વેધક, ડુંખ વેધકના નિયંત્રણ માટે રોપણી વખતે દાણાદાર દવા કર્બોફયુરાન ૩ જી. ૫૦ કિલોગ્રામ હેકટર દીઠ વાવેતર વખતે ચાસમાં આપવું.

2. લાલ સડોને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે રોગમુક્ત વિસ્તારમાં તંદુરસ્ત છોડમાંથી રોપણી માટે સીડ પસંદ કરો.

3. લાલ રોટ અસરગ્રસ્ત ખેતરને અન્ય પાકો સાથે બે સિઝન માટે ફેરવવું આવશ્યક છે.

4. બીજ સાથે ફેલાતી ભીંગડાવાળી અને ચીટકો જીવાતના નિયંત્રણ માટે નીચે પૈકીની કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી તેમાં ૩૦ મિનિટ કાતળા બોળી ત્યારબાદ વાવેતર કરવું.

5. મેલાથિઓન ૫૦ ઈ.સી. ૧૦ મી.લી. અથવા ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મી.લી.

ચીકુ

1. ચીકુના પાકમાં આવતી ફુદીની ઈયળ (ગુલાબી રંગની ઈયળ) ના નિયંત્રણ માટે એમામેકટીન બેન્ઝોએટ ૫ ગ્રામ અથવા પ્રોફેનાફોસ + સાયપરમેથ્રીન ૪૪ ઈસી ૧૦ મી.લી. / ૧૦ લીટર પાણીમાં નાખી ૩ વખત છંટકાવ કરવો.

કેળ

1. સુકારો (મોકો) નિયંત્રણ માટે છોડ પર સ્ટ્રેપ્ટોસાયકલીન ૧૦ ગ્રામ + કોપર ઓકિસક્લોરાઈડ ૧૦ ગ્રામ/૨૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

2. કેળમાં પીલાના નિયંત્રણ માટે આમ અનેક પ્રકારે આ હોરમોન્સનો ઉપયોગ થાય છે.

દાડમ

1. પતંગીયા ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૩ મિ.લી. અથવા કિવનાલફોસ ૨૦ મિ.લી. અથવા ફ્લ્યુબેન્ડીયામાઇડ ૩ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

2. થ્રીપ્સના નિયંત્રણ માટે કાર્બોસલ્ફાન ૧૦ મી.લી. અથવા ફીપ્રોનીલ ૧૦ મી.લી., સ્યાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ એડી ૫ મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

નાળીયેરી

1. નાળીયેરીમાં સંકર જાતો વિકસાવવામાં આવેલી છે. તેમાં ડીટી તેમજ ટીડી હાઇબ્રીડ જાતો દરિયાઈ કાંઠાના વિસ્તાર માટે વધુ ડીસેમ્બર અથવા જાન્યુઆરી વાવેતર કરવું અનુકુળ છે.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : ડાંગને પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો તો જાહેર કરાયો, પરંતુ અધિકારીઓની આળસને કારણે આદિવાસી ખેડૂતો યોજનાથી વંચિત

આ પણ વાંચો : Thai Chilli Farming : આવક વધારવા માટે થાઈ મરચાની ખેતી છે ફાયદાકારક, જાણો ખેતીથી જોડાયેલી સમગ્ર માહિતી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati