AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદિવાસીઓએ બનાવ્યું ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ! કેળના થડમાંથી બનાવ્યા પેપર

શું તમે સાંભળ્યું છે કે, કેળાના ઝાડમાંથી કાગળ પણ બની શકે ? વાંચીને આચંકો લાગ્યો ને પરંતુ આ સાચું છે. આવો જાણીએ સમગ્ર માહિતી.

આદિવાસીઓએ બનાવ્યું 'વેસ્ટમાંથી બેસ્ટ' ! કેળના થડમાંથી બનાવ્યા પેપર
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 6:54 PM
Share

આપણે સામાન્ય રીતે કેળામાંથી (Banana) વેફર બનાવતા હોય છે કે અવનવી વાનગી બનાવતા હોય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે, કેળાના ઝાડમાંથી કાગળ પણ બની શકે ? વાંચીને આચંકો લાગ્યો ને પરંતુ આ સાચું છે. આવો જાણીએ સમગ્ર માહિતી.

આદિવાસી વિસ્તારમાં કેળાના (Banana) થડમાંથી કાગળ બનાવ્યા છે. છોટા ઉદેપુરમાં શાળાના બાળકો માટે વાર્તાના પુસ્તકમાં ઇકોફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવામાં આવશે. કેળાની ડાળીઓમાંથી હાથથી બનાવેલા રંગબેરંગી કાગળો બનાવવાના સફળ પાયલોટ પ્રોજેક્ટ થયો છે. આ બાદ હવે તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવશે.

છોટા ઉદેપુરમાં આવેલી તેજગઢ આદિવાસી એકેડેમીએ પિથોરા પેઇન્ટિંગ્સના રૂપમાં વાર્તાઓ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું છે. કેળાના થડમાંથી બનવાયેલા કાગળો પર પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થશે. કોરોના મહામારી દરમિયાન કેળાના થડમાંથી હાથથી બનાવેલ કાગળ એકેડમીના ઇન્ટર્ન દ્વારા કરવામાં આવેલા પ્રયોગનું પરિણામ આવ્યું છે.

કાગળ બનાવતા એક વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,, “મેં ભૂતકાળમાં હાથથી બનાવેલા કાગળો પર કામ કર્યું છે અને ત્યારથી એકેડમી કેળાના સ્ટેમ વેસ્ટમાંથી યાર્ન અથવા કાગળ બનાવવાની શોધ કરી રહી છે, મેં તેના વિશે સંશોધન કરવાનું શરૂ કર્યું અને પેપર બનાવ્યું.” તે હવે માણસોને આ કાગળો કેવી રીતે બનાવવો તેની તાલીમ આપી રહ્યો છે.

એકેડમીના ડિરેક્ટર ડો. મદન મીનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અત્યારે, અમે આ વાર્તાનાં પુસ્તકો તૈયાર કરી રહ્યા છીએ. પરંતુ સમય જતા આ પ્રદેશમાં કેળાના ખેડૂતોને કેળાના કાગળ બનાવવા માટે તાલીમ આપવાનો વિચાર છે. અમે તેમને તાલીમ આપીશું અને તેમને તે બનાવવા માટેની ટેકનોલોજી પૂરી પાડીશું જેથી તેઓ કોઈ પણ નાણાંનું રોકાણ કર્યા વગર કચરામાંથી નવી આજીવિકા શોધી શકે.”

નોંધનીય છે કે, છોટા ઉદેપુરમાં કેળાની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને ફળની એક સીઝન પછી છોડ કાઢી નાખવામાં આવે છે. રાજે કહ્યું, “જ્યારે અન્ય છોડ ઝડપથી વિઘટિત થાય છે, ત્યારે કેળાના છોડને વિઘટન કરવામાં ઘણો સમય લાગે છે અને તે સરળતાથી બળી પણ નથી શકતો.”

કેળાના કાગળોનો ઉપયોગ દસ્તાવેજીકરણ અને આર્કાઇવિંગ પેપર્સ માટે શ્રેષ્ઠ રીતે થઈ શકે છે કારણ કે તેની તાણ શક્તિ અન્ય કોઈ પણ કાગળ કરતા વધારે છે. “લેખન ઉપરાંત કાગળના વિવિધ ઉપયોગો છે. પ્લાન્ટના કચરામાંથી બનેલા પેપર્સનો ઉપયોગ પેકેજિંગ, આંતરીક અને આર્ટ ડેકોરેશન માટે થઈ શકે છે.

આ પણ વાંચો :પાકની સાથે રાસાયણિક દવાઓ ખેડૂતોના સ્વાસ્થ્ય પર પણ કરે છે અસર, જાણો આરોગ્ય પર શું પડે છે અસર

આ પણ વાંચો :PM Kisan FPO Yojana: ખેતી સાથે જોડાયેલો ધંધો કરવા માટે સરકાર આપી રહી છે પૈસા, જાણો યોજના વિશે

g clip-path="url(#clip0_868_265)">