AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 થી વધુ દેશોમાં એલર્ટ ! Apple-Google દ્વારા યુઝર્સને ચેતવણી, હવે કયો ખતરો મંડરાઈ રહ્યો છે?

એપલ અને ગૂગલે વિશ્વભરના યુઝર્સને ચેતવણી આપી છે. આ એક ચેતવણીથી યુઝર્સ ચિંતામાં મુકાયા છે. હવે આ ચેતવણી શું છે અને યુઝર્સને આનાથી શું ખતરો છે? આ સવાલ દરેકના મનમાં છે. એવામાં ચાલો જાણીએ કે, એપલ અને ગૂગલે વિશ્વભરના યુઝર્સને ચેતવણી કેમ આપી....

150 થી વધુ દેશોમાં એલર્ટ ! Apple-Google દ્વારા યુઝર્સને ચેતવણી, હવે કયો ખતરો મંડરાઈ રહ્યો છે?
| Updated on: Dec 08, 2025 | 4:19 PM
Share

Apple અને Google દ્વારા વિશ્વભરના યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી એવી છે કે, સરકાર સમર્થિત હૅકર્સ (Government Backed Hackers) તેમના ડિવાઇસને સ્પાયવેરથી નિશાન બનાવી શકે છે. બંને કંપનીઓએ પુરાવા મળ્યા પછી ઘણા યુઝર્સને એલર્ટ મોકલ્યું છે, જેના કારણે અનેક દેશોમાં સાઇબર સુરક્ષા અને દેખરેખના મુદ્દાઓની તપાસ શરૂ થઈ છે.

‘એલર્ટ’ શા માટે?

આ અઠવાડિયે વિશ્વભરના યુઝર્સને નવી ચેતવણી આપવામાં આવી છે. આમાં જણાવવામાં આવ્યું છે કે, State-linked હૅકર્સ તેમના ડિવાઇસને નિશાન બનાવી શકે છે. મોટી ટેક કંપનીઓ વધી રહેલા સ્પાયવેર અને દેખરેખ અભિયાનો સામે સતત એલર્ટ મોકલી રહી છે.

એપલે કેટલા ‘એલર્ટ’ મોકલ્યા?

એપલે કહ્યું કે, તેણે 2 ડિસેમ્બરે નવા એલર્ટ મોકલ્યા હતા પરંતુ કંપનીએ આ અંગે માહિતી આપી નથી કે, કેટલા યુઝર્સ પ્રભાવિત થયા છે અથવા તો આ હુમલાઓ પાછળ કયું ગ્રુપ હોઈ શકે છે. એપલ દ્વારા અત્યાર સુધીમાં 150 થી વધુ દેશોમાં આવા એલર્ટ આપવામાં આવ્યા છે.

ખાસ વાત એ છે કે, જ્યારે Apple ને એવા પુરાવા મળે છે કે, કોઈ યુઝરને નિશાનાબંધ હેકિંગ પ્રયાસનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે, જે સામાન્ય રીતે સરકાર અથવા સરકારી કોન્ટ્રાક્ટર્સ સાથે જોડાયેલા હોય છે, ત્યારે આ પ્રકારની ચેતવણી મોકલવામાં આવે છે.

કયા કયા દેશોનો સમાવેશ થાય છે?

Google દ્વારા 3 ડિસેમ્બરે જણાવવામાં આવ્યું હતું કે, તેણે ‘Intellexa’ સ્પાયવેરના નિશાને આવેલા તમામ યુઝર્સને જાણ કરી દીધી છે. ઘણા એકાઉન્ટ્સ પર મોકલવામાં આવેલ આ ચેતવણીમાં પાકિસ્તાન, કઝાકિસ્તાન, અંગોલા, ઇજિપ્ત, ઉઝબેકિસ્તાન, સાઉદી અરેબિયા અને તાજિકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે.

Apple અને Google ના આવા એલર્ટ અગાઉ પણ ઘણા રાજકીય અને નિયમનકારી તપાસોનું કારણ બની ચૂક્યા છે. યુરોપિયન યુનિયને પણ કેટલીક વખત એવા કેસોની તપાસ કરી છે કે, જ્યારે વરિષ્ઠ અધિકારીઓને સ્પાયવેર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">