ઘઉંની આ બે નવી જાતથી ઓછા પાણીમાં પણ થશે બમ્પર ઉત્પાદન, આગામી વર્ષ સુધીમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થશે

ઘઉંની આ બંને જાતો સુધારેલ ગુણવત્તાની છે. આ વિશે ICAR-ઘઉં સંશોધન કેન્દ્ર ઈન્દોરના વૈજ્ઞાનિક એ.કે. સિંઘે જણાવ્યું હતું કે HI-8823 (પુસા પ્રભાત) ઓછી સિંચાઈની જાત છે.

ઘઉંની આ બે નવી જાતથી ઓછા પાણીમાં પણ થશે બમ્પર ઉત્પાદન, આગામી વર્ષ સુધીમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થશે
Varieties Of Wheat

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીએ ઘઉંની (Wheat) બે નવી જાતો HI-8823 (પુસા પ્રભાત) અને HI-1636 (પુસા વકુલા) ઘઉં સંશોધન પરિષદ ઈન્દોર દ્વારા ખેડૂતો માટે વિકસિત કરી છે. ઘઉંની આ બંને જાતો આગામી વર્ષ સુધીમાં ખેડૂતો માટે ઉપલબ્ધ થશે.

ઘઉંની આ બંને જાતો સુધારેલ ગુણવત્તાની છે. આ વિશે ICAR-ઘઉં સંશોધન કેન્દ્ર ઈન્દોરના વૈજ્ઞાનિક એ.કે. સિંઘે જણાવ્યું હતું કે HI-8823 (પુસા પ્રભાત) ઓછી સિંચાઈની જાત છે. વામન કદના કારણે, તે બે થી ત્રણ પિયતમાં પાકે છે. જ્યારે શિયાળામાં માવઠું થાય છે ત્યારે તે વધારાના પાણીનો લાભ લે છે અને જમીન પર પડવાથી બચી જાય છે. આ જાત વહેલી વાવણી માટે યોગ્ય છે. તેમાં પોષક તત્વો ઝીંક, આયર્ન, કોપર, વિટામીન A અને પ્રોટીનની પૂરતી માત્રા હોવાને કારણે તે પોષણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.

દુષ્કાળ અને ગરમી સહન કરવા સક્ષમ
HI-8823 ની ખાસ વાત એ છે કે તે દુષ્કાળ અને ગરમીનો સામનો કરવા સક્ષમ છે. આ જાત સમયસર પાકી જાય છે. પાકવાનો સમય 105 થી 138 દિવસ છે. તેને બે પિયત લાંબા અંતરાલ (દોઢ મહિના)માં આપી શકાય છે. ઉત્પાદન પણ પ્રતિ હેક્ટર 40-42 ક્વિન્ટલ છે. તેમાં કોઈ જંતુઓ અને રોગો આવતા નથી. દાણા મોટા અને ભૂરા-પીળા હોય છે. આ જાત એમપી, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાનના કોટા, ઉદયપુર અને યુપીના ઝાંસી માટે બહાર પાડવામાં આવી છે.

HI-1636 (પુસા વકુલા) વધારે પાણીની જરૂરિયાતવાળી જાત
ઘઉંની જાત HI-1636 (પુસા વકુલા) એ વધારે પાણીની જરૂરિયાતવાળી જાત છે, જે શિયાળો આવે ત્યારે જ વાવવી જોઈએ. તે 7 નવેમ્બરથી 25 નવેમ્બર વચ્ચે વાવવી જોઈએ. આ જાત 4-5 પિયત લે છે. શરબતી અને ચંદૌસીની જેમ, આ રોટલી માટે એક ઉત્તમ જાત છે, જે પોષક તત્વો આયર્ન, કોપર, જસત, પ્રોટીનથી સમૃદ્ધ છે. તેને જૂની પ્રજાતિ લોકવન અને સોનાના નવા વિકલ્પ તરીકે ગણી શકાય. આ જાત 118 દિવસમાં પરિપક્વ થાય છે. ઉત્પાદન 60-65 ક્વિન્ટલ/હે. એમપી, છત્તીસગઢ, ગુજરાત, કોટા, રાજસ્થાનના ઉદયપુર અને યુપીના ઝાંસી માટે આ જાતની ભલામણ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવી શકે છે બિગ ડેટા, જાણો કેવી રીતે કરશે કામ અને સ્માર્ટ ખેતીને મળશે પ્રોત્સાહન

આ પણ વાંચો : પારિવારિક વ્યવસાય છોડી શરૂ કર્યું હર્બલ ફાર્મિંગ, અત્યારે આયુર્વેદિક પ્રોડક્ટ વેચીને કરે છે કરોડોની કમાણી આ વ્યક્તિ

Click on your DTH Provider to Add TV9 Gujarati