AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture : તુવેર, મકાઈ અને બાજરીની વાવણીનો આવી ગયો છે સમય, ઉત્પાદન વધારવા ખેડૂતોએ આ બાબતોનું રાખવું ધ્યાન

Toor farming: તુવેરના બીજ વાવતાં પહેલાં તેને રાઈઝોબિયમ અને ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેરિયાથી સારવાર જરૂર કરો. તેનાથી ઉત્પાદનમાં વધારો થશે. જાણો કઈ કઈ છે સુધારેલી જાતો.

Agriculture : તુવેર, મકાઈ અને બાજરીની વાવણીનો આવી ગયો છે સમય, ઉત્પાદન વધારવા ખેડૂતોએ આ બાબતોનું રાખવું ધ્યાન
Toor farming
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 11:28 AM
Share

ખેડૂત (Farmers) ભાઈઓ અને બહેનો આ સમયે ગુવાર, મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકની વાવણી કરી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે વાવણી સમયે ખેતરમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. 3-4 સેમી ઊંડાઈએ બીજ વાવો અને હારથી હારનું અંતર 25-30 સે.મી. એટલું જ નહીં તુવેરની ખેતી માટે પણ તૈયારીનો સમય આવી ગયો છે. ખેતર તૈયાર કરો અને સમયસર વાવણી કરો. પ્રમાણિત સ્ત્રોતમાંથી જ બીજ ખરીદો. બીજ વાવવા પહેલાં, રાઈઝોબિયમ અને ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેરિયા સાથે તુવેરની સારવાર કરો. આ સારવાર બીજના અંકુરણ અને ઉત્પાદનમાં વધારો કરશે. ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI)ના વૈજ્ઞાનિકોની પેનલે આ સંદર્ભમાં એક એડવાઇઝરી બહાર પાડી છે.

ઉત્પાદનમાં થશે વધશે

કૃષિ ભૌતિકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ સિઝનમાં, ખેડૂતોએ પ્રમાણિત સ્ત્રોતમાંથી તેમની માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ અને શક્ય હોય ત્યાં તેમના ખેતરોને સમતલ કરવા જોઈએ. તેનાથી ઉત્પાદનમાં વધારો થશે. માટીનું પરીક્ષણ કરીને જાણી શકાશે કે ક્યું ખાતર ખેતીમાં જરૂરી છે અને ક્યું નથી.

જેથી પાક ઉત્પાદનમાં ઘટાડો ન થાય

વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, ઊંચા તાપમાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ તૈયાર શાકભાજીને સવારે કે સાંજે લણવા જોઈએ અને ત્યારબાદ તેને છાયાવાળી જગ્યાએ રાખવા જોઈએ. આ સિઝનમાં વેલાના પાક અને શાકભાજીમાં ન્યૂનતમ ભેજ જાળવો, અન્યથા જમીનમાં ઓછો ભેજ પરાગનયનને અસર કરી શકે છે, જે પાકના ઉત્પાદનમાં (Crop Production) ઘટાડો કરી શકે છે.

ઓછા અંતરે હળવી સિંચાઈ કરવી

ભીંડાના પાકની લણણી કર્યા પછી 5-10 કિગ્રા પ્રતિ એકરના દરે યુરિયાનો ઉપયોગ કરો અને જીવાતની સતત દેખરેખ રાખો. જો વધુ જીવાત જોવા મળે, તો ઇથિઓન @ 1.5-2 મિલી/લિટર પાણીનો છંટકાવ કરો. આ ઋતુમાં ભીંડાના પાકમાં ઓછા અંતરે હળવું પિયત આપવું જોઈએ.

રીંગણ અને ટામેટાના પાકને છેદક કીટથી બચાવવા માટે, રોગગ્રસ્ત ફળો એકત્રિત કરો અને તેનો નાશ કરો. જો જીવાતોની સંખ્યા વધુ હોય, તો સ્પિનોસાડ જંતુનાશક 48 EC @ 1 ml/4 લિટર પાણીમાં છંટકાવ કરો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">