AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: ઓછા મહેનતે વધુ કમાવું હોય તો કરો કાળા મરીની ખેતી, જેની હંમેશા રહે છે માંગ

ભારત (India) વિશ્વમાં કાળા મરીનું (Black Pepper) સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને કેરળ ભારતમાં સૌથી વધુ મરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વધતી જતી માંગ અને સંશોધન કાળા મરીનો વ્યાપ વિસ્તારી રહ્યા છે.

Agriculture: ઓછા મહેનતે વધુ કમાવું હોય તો કરો કાળા મરીની ખેતી, જેની હંમેશા રહે છે માંગ
black pepper farming
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 11:26 AM
Share

ભારતમાં (India) સદીઓથી મસાલાની ખેતી કરવામાં આવે છે. દેશના ખેડૂતો (Farmers) મસાલાની ખેતીમાંથી મોટી કમાણી કરે છે. કેટલાક મસાલા એવા છે, જેની ખેતી ચોક્કસ વિસ્તારોમાં જ કરી શકાય છે. વૈજ્ઞાનિકોની મહેનત અને સંશોધનનું પરિણામ છે કે આજે આવી જાતો વિકસાવવામાં આવી છે. જે હવે દેશના વિવિધ ભાગોમાં ઉગાડવામાં આવી રહી છે. આવો જ એક મસાલાનો પાક છે કાળા મરી (Black Pepper). જો કે કાળા મરીની મોટાભાગની ખેતી દક્ષિણના રાજ્યોમાં થાય છે, પરંતુ હવે તેનો વ્યાપ વધી ગયો છે. ઓછા મહેનતે અને ખર્ચમાં વધુ કમાણી માટે ખેડૂતો કાળા મરીની ખેતી તરફ વળ્યા છે.

મસાલા આપણી આર્થિક પ્રગતિનું પ્રતીક

ભારત વિશ્વમાં કાળા મરીનું સૌથી મોટું ઉત્પાદક છે અને કેરળ ભારતમાં સૌથી વધુ મરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. પરંતુ કૃષિ ક્ષેત્રે વધતી જતી માંગ અને સંશોધન કાળા મરીનો વ્યાપ વિસ્તારી રહ્યા છે. આ જ કારણ છે કે આજે ભારતમાં મહારાષ્ટ્ર, આસામ, કર્ણાટક અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેની ખેતી કરવામાં આવે છે. કાળા મરીમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે, તેથી ખાદ્ય પદાર્થોમાંથી આયુર્વેદિક દવાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. મસાલા શરૂઆતથી જ આપણી આર્થિક પ્રગતિનું પ્રતીક છે. આજે આપણા દેશમાં ઉત્પાદિત વિવિધ પ્રકારના મસાલાની વિદેશમાં માંગ વધવાની સાથે નિકાસનો વ્યાપ પણ વધી રહ્યો છે.

એક ઝાડથી 15 હજાર રૂપિયા સુધીની થશે કમાણી

કાળા મરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. તાલીમ લીધા બાદ ખેડૂતો નર્સરીમાંથી લીધેલા છોડનું વાવેતર કરીને સરળતાથી ઉત્પાદન લઈ શકે છે. બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતો કાળા મરીની ખેતી કરીને બમણો નફો મેળવી શકે છે. વાસ્તવમાં મરીના છોડ ઝાડના ટેકા પર ઉગે છે. જ્યારે છોડ પાક આપવા તૈયાર થાય છે, ત્યારે એક ઝાડમાંથી લગભગ 10થી 15,000નો નફો મેળવી શકાય છે. કેટલીકવાર બજારમાં ભાવ વધવાથી ખેડૂતને વધુ નફો મળે છે. કાળા મરીની ખેતી માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. સમયસર કાળજી પૂરતી છે. આ સાથે એક વૃક્ષ દ્વારા કલમમાંથી અનેક રોપાઓ તૈયાર કરી શકાય છે. જેમાંથી ખેડૂતો ઇચ્છે તો પોતાનો નર્સરીનો વ્યવસાય શરૂ કરી શકે છે.

કાળા મરીનું વૈજ્ઞાનિક નામ પાઇપર નાઈગ્રમ છે. તે 10થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ધરાવતા વિસ્તારમાં સરળતાથી ઉગાડી શકાય છે. કાળી મરીમાં 5થી 9 ટકા એલ્કલોઇડ્સ મળે છે. જેને પિપરિન, પિપ્રિડિન અને ચેવિસીન કહેવાય છે. તેમાં 1થી 2.6 ટકા સુગંધિત તેલ હોય છે. મરીના છોડના પાન લંબચોરસ હોય છે. પાંદડાઓની લંબાઈ 12થી 18 સેમી અને પહોળાઈ 5થી 10 સે.મી. છોડમાં સફેદ રંગના ફૂલો આવે છે.

g clip-path="url(#clip0_868_265)">