Tea Cultivation: શું તમે ઘરે ચા ઉગાડવા માગો છો? જાણો એક કિલો ચા ઉગાડવા માટે શું છે પ્રક્રિયા
ઘરે ચા ઉગાડવી એ ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે તેને ઘરે ઉગાડી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તમે તેને વેચી પણ શકો છો. પરંતુ આ તમામ પ્રક્રિયાઓ કઈ રીત તેને લઈ અહીં તમામ જાણકારી આપવામાં આવી છે.
Tea Cultivation At Home: આપણા દેશના દરેક ઘરમાં ચા પ્રેમીઓ જોવા મળશે. સવારથી રાત સુધી કોણ જાણે કેટલી વાર ચા પીતા હશે. જો તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ ચાના દિવાના છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને જણાવીશું કે તમે તેને કેવી રીતે ઘરે ઉગાડી શકો છો અને તેને બજારમાંથી લાવવાને બદલે તેનો ઉપયોગ કરી શકો છો.
તમે તમારા ઘરના બગીચામાં બીજની મદદથી ચા ઉગાડી શકો છો. તેને ઉગાડવા માટે પહેલા તેના બીજને પલાળી દો. આ બીજ અંકુરિત થાય ત્યાં સુધી પાણીમાં પલાળી રાખો. જો તમે બીજની મદદથી ચાના છોડ ઉગાડવા માંગતા નથી, તો તમે છોડને નર્સરીમાંથી પણ ખરીદી શકો છો. તેને નર્સરીમાંથી લાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. તમે તેની યોગ્ય કાળજી લીધા પછી તેનો ઉપયોગ કરી શકો છો.
આ કાર્યો છે મહત્વપૂર્ણ
તમને જણાવી દઈએ કે ચાના સારા ઉત્પાદન માટે તમે ગમે ત્યાંથી તેના છોડ લાવી શકો છો અને તેનું વાવેતર કરી શકો છો. સારી કાળજી લીધા પછી, આ છોડ થોડા દિવસોમાં જમીનમાં સારી રીતે વિકાસ પામે છે. તેના ઉત્પાદન દરમિયાન તાપમાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ચાનો પાક 10 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં સારી રીતે ઉગે છે.
આ પણ વાંચો : આ પાકની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, એક વર્ષમાં કર્યો 8 લાખ રૂપિયાનો નફો
ચાના છોડ દોઢ વર્ષની વચ્ચે તૈયાર થઈ જાય છે. તેના પાંદડા વર્ષમાં ત્રણ વખત લણણી કરી શકાય છે. એક હેક્ટર વિસ્તારમાં લગભગ 500 કિલો ચાનું ઉત્પાદન થાય છે. તમે તમારા ઘરમાં ચાનો ઉપયોગ કરી શકો છો.જો તમારો બગીચો મોટો છે તો તમે ચા મોટા પ્રમાણમાં ઉગાડી શકો છો, તેને પેક કરીને બજારમાં વેચી શકો છો.