Success Story: સરકારી નોકરીના બદલે યુવા ખેડૂતે ખેતી કરી પસંદ, જૈવિક ખેતીથી કરે છે જોરદાર કમાણી

એક પ્રગિતશીલ ખેડૂત કેટી સુભાકેસન છે, જેઓ તેમની 25 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી (Organic Farming)કરે છે. તેઓ પોતાના ખેતરમાં 20 વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે. ગ્રાહકો તેમના ખેતરમાં આવે છે અને તાજી શાકભાજી લઈ જાય છે.

Success Story: સરકારી નોકરીના બદલે યુવા ખેડૂતે ખેતી કરી પસંદ, જૈવિક ખેતીથી કરે છે જોરદાર કમાણી
Organic FarmingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 12:01 PM

દેશના યુવાનો હવે રોજગારના વધુ સારા વિકલ્પ તરીકે ખેતીને અપનાવી રહ્યા છે. તે યુવાનો માટે રોજગારનું વધુ સારું માધ્યમ બની રહ્યું છે. યુવા ખેડૂતો (Farmer)ખેતીમાં અવનવા પ્રયોગો કરી રહ્યા છે અને સારી આવક પણ મેળવી રહ્યા છે. કોચીના આવા જ એક ખેડૂત કેટી સુભાકેસન છે, જેઓ તેમની 25 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી (Organic Farming)કરે છે. તે પોતાના ખેતરમાં 20 વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડે છે. ગ્રાહકો તેમના ખેતરમાં આવે છે અને તાજી શાકભાજી લે છે.

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર કેટી સુભાકેસનને જણાવ્યું કે ખેતી પ્રત્યેના પ્રેમને કારણે તેણે સરકારી નોકરી નથી કરી અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે એક દાખલો બેસાડ્યો છે. ખાસ કરી એવા ખેડૂતો માટે જે માર્કેટમાં ઓછી કિંમત મળવાની ફરિયાદ કરે છે. તેણે જણાવ્યું કે તેણે 39 વર્ષ પહેલા KSEBની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ તેણે સરકારી નોકરીને બદલે ખેતી પસંદ કરી.

25 એકરમાં કરે છે ખેતી

સખત મહેનત અને દ્રઢતાથી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે, વધુ સારૂ ઉત્પાદન તેમના માટે પુરસ્કાર છે. તેમણે જણાવ્યું કે તેમને 25 એકર લીઝ પરની જમીનમાં 20 વિવિધ પ્રકારની શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું. જેમાંથી 15 એકર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કેરળ (સિલ્ક)ના પરિસરમાં છે. એમ પણ કહ્યું કે ત્રણ વર્ષ પહેલા જ્યારે જમીન લીઝ પર લેવામાં આવી હતી ત્યારે તે જંગલ જેવી લાગતી હતી. પરંતુ તેણે મહેનત કરીને જમીન સાફ કરી તેને ખેતીલાયક બનાવી. તેના પ્રયત્નો વ્યર્થ ન ગયા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ શાકભાજીની કરે છે ખેતી

પૂર્વ મંત્રી થોમસ આઇઝેકે પણ સુભાકેસનને લીઝ પર કેટલીક જમીન મેળવવામાં મદદ કરી હતી. તેઓ દુધી, કારેલા, તૂરીયા, વટાણા (અચીંગા), કાકડી, ટામેટા, ભીંડા, પાલક, રીંગણ, કોળું અને મરચાંની ખેતી કરે છે. તેમણે કહ્યું કે મેં એક પ્રયોગ તરીકે મોટી ડુંગળી, ગાજર, લસણ અને કોબીજની ખેતી કરી હતી. અમારી પાસે તરબૂચ, સ્વીટ ટામેટા અને બટરનટ જેવા ફળો પણ છે. ગાયના છાણ અને મરઘીના મળનો ઉપયોગ ખાતર તરીકે થાય છે.

ટપક સિંચાઈ પદ્ધતિથી સિંચાઈ

તેમના ખેતરમાં પાંચ કાયમી કર્મચારીઓ છે. ખેતી શ્રમ પ્રધાન છે અને જ્યારે આપણે ખેતર તૈયાર કરીએ છીએ ત્યારે વધુ કામદારોની જરૂર હોય છે. સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ સ્થાપિત કરવામાં આવી છે જેણે મજૂરી અને ખર્ચ ઘટાડવામાં મદદ કરી છે. આ કામમાં તેણે લગભગ 7 લાખ રૂપિયા ખર્ચ્યા. સુભાકેસનના નિયમિત ગ્રાહકો છે જેઓ ખેતરની મુલાકાત લે છે અને બગીચામાંથી સીધા તાજા શાકભાજી મેળવે છે. તેણે શાકભાજીના વેચાણ માટે સિલ્ક કોમ્પ્લેક્સની બહાર આઉટલેટ બનાવ્યું છે.

દીકરીએ ચાઈલ્ડ ફાર્મર એવોર્ડ જીત્યો

સુભાકેસને જણાવ્યું હતું કે સરકારે ટપક સિંચાઈ માટે સબસિડી આપી હતી. આ કામ માટે તેમની પત્ની લતિકા અને પુત્રી શ્રુતિયા મદદ કરે છે. શ્રુથલિયા, ધોરણ 6 ના વિદ્યાર્થીએ ગયા વર્ષે બાલ કિસાન એવોર્ડ જીત્યો હતો. તે કહે છે કે ખેતી તેના માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે તેનાથી થતી કમાણીથી ખૂબ જ ખુશ છે. સુભાકેસનના નિયમિત ગ્રાહકો છે જેઓ ખેતરની મુલાકાત લે છે અને બગીચામાંથી સીધા તાજા શાકભાજી મેળવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">