Success Story: 15 લાખનું થયું નુકસાન છતાં છોડી નહીં મશરૂમની ખેતી, અત્યારે કરે છે તગડી કમાણી

Mushroom Farming: યુવા પ્રગતિશીલ ખેડૂતનું કહેવું છે કે તેને 2016માં 12મામાં નાપાસ થયા પછી ફરીથી અભ્યાસ કરવાની ઈચ્છા નહોતી. પરિવારના લોકો અગાઉ ખેતીકામ કરતા હતા, તેથી તેને લગતી નાની નાની બાબતો તે જાણતો હતો.

Success Story: 15 લાખનું થયું નુકસાન છતાં છોડી નહીં મશરૂમની ખેતી, અત્યારે કરે છે તગડી કમાણી
Mushroom Cultivation (File Photo)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Apr 20, 2022 | 2:20 PM

ભારતના ખેડૂતો (Farmers) જાગૃત થઈ રહ્યા છે. પરંપરાગત પાકો ઉપરાંત તેઓ નવા પાક દ્વારા નફો કમાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં યુવાનો પણ ખેતી તરફ વળ્યા છે. હરિયાણાના એક 24 વર્ષીય યુવા ખેડૂત 45×130 ફૂટની ચાર ફર્મમાં મશરૂમની ખેતી (Mushroom Cultivation)કરે છે. આ સાથે તેને વાર્ષિક 30થી 40 લાખનો નફો થઈ રહ્યો છે. યુવા પ્રગતિશીલ ખેડૂતનું કહેવું છે કે તેને 2016માં 12મામાં નાપાસ થયા પછી ફરીથી અભ્યાસ કરવાની ઈચ્છા નહોતી. પરિવારના લોકો અગાઉ ખેતીકામ કરતા હતા, તેથી તેને લગતી નાની નાની બાબતો તે જાણતો હતો. ભવિષ્યની ચિંતા ન કરીને તેણે ખેતીમાં ઝંપલાવ્યું. 24 વર્ષની ઉંમરે મશરૂમ ઉત્પાદનની સાથે એક કંપની પણ ઊભી કરી. જેનું ટર્નઓવર 70 લાખની આસપાસ પહોંચી ગયું છે.

આ પ્રગતિશીલ ખેડૂતનું નામ વિકાસ છે. મશરૂમની ખેતીની શરૂઆત તેના માટે એટલી સરળ રહી નથી. તેના કહેવા પ્રમાણે આ દરમિયાન તેમની સામે ઘણી સમસ્યાઓ આવી. પરિવાર પરંપરાગત રીતે ખેતી કરતો હતો. આ ખેતીમાં તેણે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો. તેણે ઘરે મશરૂમની ખેતી વિશે બધાને કહ્યું ત્યારે બધાએ સાથ આપ્યો. આમાં તેણે પોતાના મિત્રને પાર્ટનર બનાવ્યો હતો.

બહુ ઓછી માહિતી સાથે મશરૂમની ખેતી શરૂ કરી. આવી સ્થિતિમાં તેમને લગભગ 15 લાખનું નુકસાન થયું હતું. તેનો સાથી પણ છોડીને જતો રહ્યો પણ યુવા ખેડૂતે હાર ન માની. તેમના પરિવારના સભ્યોના સહકારથી તેમણે મશરૂમની ખેતી ચાલુ રાખી અને આજે તેઓ 35થી 40 લાખનો નફો કમાઈ રહ્યા છે.

વિકાસનું કહેવું છે કે તેને પહેલીવાર ખેતી વિશે ત્યારે ખબર પડી જ્યારે તે સોનેપત ગયો હતો. ત્યાં તેણે ખેડૂતોને ખેતી કરતા જોયા. તેને બટન મશરૂમથી શરૂઆત કરી, પરંતુ તેમને વેચવા માટે બજાર નહોતું મળતું, જેના કારણે તેમને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. પછી તેણે તેને સૂકવીને વેચવાનો પ્રયાસ કર્યો અને તેમાં પણ તે સફળ થઈ શક્યો નહીં. ખાતર બનાવવામાં ઘણી ભૂલો કરી. જેના કારણે તેને ઘણું નુકસાન થયું.

આપને જણાવી દઈએ કે બટન મશરૂમની શેલ્ફ લાઈફ ભાગ્યે જ 48 કલાક હોય છે. જો આ દરમિયાન મશરૂમનું વેચાણ ન થાય તો ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે તેમણે કૃષિ નિષ્ણાતો સાથે વાત કરી હતી. ત્યાં તેને ઓઈસ્ટર મશરૂમનું ઉત્પાદન કરવાની સલાહ આપવામાં આવી. આ મશરૂમની ખાસ વાત એ છે કે તેને ઉનાળામાં પણ ઉગાડી શકાય છે. આ માટે એસી રૂમની જરૂર નથી. આ બધું કર્યા પછી પણ તેને મશરૂમ વેચવા માટે બજાર નહોતું મળ્યું.

વિકાસ કહે છે કે આનો સામનો કરવા માટે તેણે મશરૂમ્સ પ્રોસેસ કરીને બિસ્કિટ, ડ્રિંક્સ અને ચિપ્સ જેવા ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. તેને બજારમાં વેચવું પણ સરળ બની ગયું છે. જે મશરૂમ તે 700 રૂપિયા પ્રતિ કિલો વેચતો હતો, હવે તે જ એક કિલો મશરૂમને પ્રોસેસ કર્યા પછી તેને લગભગ 8000 રૂપિયા મળે છે.

આમાં તેમને 6000 હજાર સુધીનો નફો મળે છે. આ સાથે તે મહિલાઓને મશરૂમ પ્રોસેસ કરવાની અને પ્રોડક્ટ્સ બનાવવાની ટ્રેનિંગ પણ આપી રહ્યો છે. જેના કારણે તેઓને લાભ મળી રહ્યો છે તેમજ મહિલાઓને પણ રોજગારીની તકો મળી રહી છે.

વિકાસ હાલમાં મશરૂમ ઉત્પાદન દ્વારા 30 લોકોને રોજગાર આપી રહ્યો છે. આ સિવાય તેણે તેની આસપાસના 10 હજાર લોકોને તેની ખેતીની તાલીમ આપી છે. તેમનું કહેવું છે કે તેમને મશરૂમ ઉત્પાદન ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ઘણા એવોર્ડ મળ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે માથાના દુખાવા સમાન છે આ પાર્થેનિયમ ઘાસ, જાણો તે ક્યાંથી આવ્યું અને તેને દુર કરવાનો ઉપાય

આ પણ વાંચો: Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati