ખેડૂતો માટે માથાના દુખાવા સમાન છે આ પાર્થેનિયમ ઘાસ, જાણો તે ક્યાંથી આવ્યું અને તેને દુર કરવાનો ઉપાય

પાકમાં ઉગી રહેલા પાર્થેનિયમ ઘાસ (Parthenium Grass) થી ખેડૂતો ભારે પરેશાન છે. આપને જણાવી દઈએ કે શાકભાજી અને ડુંગળીના ખેતરોમાં ઉગતા પાર્થેનિયમ ઘાસ ખેડૂતોના પાકને બરબાદ કરી રહ્યું છે.

ખેડૂતો માટે માથાના દુખાવા સમાન છે આ પાર્થેનિયમ ઘાસ, જાણો તે ક્યાંથી આવ્યું અને તેને દુર કરવાનો ઉપાય
Parthenium Grass (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:01 AM

અનિયમિત વરસાદના કારણે ખેડૂતો તેમના પાકને લઈને હંમેશા મુશ્કેલીમાં રહેતા હોય છે. ત્યારે ક્યાંક વરસાદના અભાવે પાકમાં ઉગી રહેલા પાર્થેનિયમ ઘાસ (Parthenium Grass) થી ખેડૂતો ભારે પરેશાન છે. આપને જણાવી દઈએ કે શાકભાજી અને ડુંગળીના ખેતરોમાં ઉગતા પાર્થેનિયમ ઘાસ ખેડૂતો (Farmers)ના પાકને બરબાદ કરી રહ્યું છે. લાખો ઉપાયો પછી પણ ખેડૂતો તેમના પાકમાંથી આ ઘાસને દૂર કરી શકતા નથી. આ ઘાસ મોટુ થઈ ગયા બાદ તેને ડૂંગળી જેવા પાકોમાંથી દૂર કરવું ખુબ મુશ્કેલ છે કારણ કે તેને જમીનમાંથી ઉપાડતા સમયે સાથે ડૂંગળી પણ ઉપડી જાય છે તેવી જ રીતે અન્ય પાકમાં પણ આ પાર્થેનિયમ ઘાસ ખેડૂતોની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો કરી રહ્યું છે.

ડુંગળી જેવા પાકોની સાથે અન્ય પાકોને પણ કરે છે અસર

ખેડૂતોનું કહેવું છે કે પાકમાં પાર્થેનિયમ ઘાસની વૃદ્ધિને કારણે ડુંગળીની સાથે અન્ય પાકો પણ ધીમે ધીમે તેનો શિકાર બની રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે બિહારના ખેડૂતોએ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Chief Minister Nitish Kumar) સાથે પણ વાત કરી છે કે, તેઓ તેમને જલ્દીથી પાર્થેનિયમની આ સમસ્યામાંથી છુટકારો અપાવે. ખેડૂતોનું કહેવું છે કે દિયારાંચલમાં ચોથા ભાગથી વધુ પાકને તેની અસર થઈ છે.

ખેડૂતો અનુસાર પાર્થેનિયમ ઘાસ છેલ્લા ચાર દાયકાથી ખેડૂતો માટે સમસ્યારૂપ છે. ખેડૂતોએ આ સમસ્યાને બિહાર વિધાનસભા સુધી ઉઠાવી છે, પરંતુ તેમને હજુ સુધી તેનો કોઈ લાભ મળ્યો નથી. પાર્થેનિયમ ગ્રાસ વિશે ખેડૂતો કહે છે કે જ્યારે આપણે તેને પાકની વચ્ચેથી જડમૂળથી ઉખાડીએ છીએ ત્યારે તેનાથી હાથ પર ખંજવાળ આવે છે અને એલર્જી થાય છે. કૃષિ વૈજ્ઞાનિકો હજુ સુધી આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ શોધી શક્યા નથી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ખેડૂત યુવરાજ ચંદ્રવિજય સિંહે પણ દિયારાંચલના ખેડૂતોની સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી, વડાપ્રધાન, કૃષિ વિભાગના અગ્ર સચિવ અને વીર કુંવર સિંહ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પત્ર લખ્યો છે, પરંતુ આજ સુધી સરકાર તરફથી આ સમસ્યા સંબંધિત કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

પાર્થેનિયમ ઘાસ શું છે? (What is parthenium grass?)

પાર્થેનિયમ ઘાસ વિશે, વીર કુંવર સિંહ કૃષિ કોલેજના વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઘાસ ઉત્તર અમેરિકાના ઉષ્ણકટિબંધીય ભાગોમાં સૌથી વધુ જોવા મળે છે અને ભારતમાં આ ઘાસ ઘઉંના બીજ સાથે આવ્યું છે. તે એક હર્બેસિયસ છોડ છે, જે લગભગ 90 સે.મી.થી એક મીટર ઊંચો હોય છે.

ઉપાય

હાલના તબક્કે, તેનાથી બચવા માટે, ખેડૂતોએ પાર્થેનિયમ ઘાસને ફૂલ આવે તે પહેલાં સમયસર નષ્ટ કરવું જોઈએ, જેથી તે તેના બીજ ફેલાવી ન શકે અને નાના છોડને પણ હાથ વડે જડમૂળથી ઉખાડી દેવા જોઈએ. ધ્યાનમાં રાખો કે છોડને ઉપાડતી વખતે, તમારા હાથમાં મોજા પહેરેલા હોય જેથી તે તમારા હાથને તેનાથી કોઈ નુકસાન ન પહોંચે.

આ પણ વાંચો: Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર

આ પણ વાંચો: ગુજરાતમાં આજે માવઠાની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">