AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મકર સંક્રાંતિના તહેવાર પર જ તલ મોંઘા થયા, ઉત્પાદન પણ ઘટ્યું, જાણો શું છે કારણ ?

આબોહવા પરિવર્તનને કારણે તલની ઉપજમાં 25 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. તેથી તહેવાર દરમિયાન વધતી માગ અને ઘટતા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો થતો રહેશે.

મકર સંક્રાંતિના તહેવાર પર જ તલ મોંઘા થયા, ઉત્પાદન પણ ઘટ્યું, જાણો શું છે કારણ ?
Sesame Price Hike
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:44 PM
Share

મકર સંક્રાંતિના (Makar Sankranti) તહેવાર દરમિયાન બજારોમાં તલની મોટા પાયે આગમન થાય છે તો તહેવાર દરમિયાન પણ ભારે માગને કારણે તલના ભાવ નિયંત્રણમાં રહે છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં બદલાવના કારણે ચિત્ર અલગ છે. કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે તલના ઉત્પાદન (Sesame Production) પર પણ અસર પડી છે. આબોહવા પરિવર્તનને કારણે તલની ઉપજમાં 25 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. તેથી તહેવાર દરમિયાન વધતી માગ અને ઘટતા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો થતો રહેશે. છેલ્લા ચાર મહિનામાં તલના ભાવમાં રૂ.40 થી 50નો વધારો થયો છે.

ઉત્પાદન અને ગુણવત્તામાં પણ ઘટાડો જોવા મળ્યો છે

આ વર્ષે હવામાન પરિવર્તનની અસર દરેક પાક પર પડી છે. તેમજ તલની ઉપજમાં પણ અમુક અંશે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ખેડૂતોની આવક પણ સારી નથી. જો કે વરસાદના કારણે હલકી ગુણવત્તાના તલનું ઉત્પાદન વધ્યું છે. દર વર્ષે અન્ય પાકોની ઉત્પાદકતા તલ કરતાં વધુ હોવા છતાં તલનો વિસ્તાર ઓછો હતો પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે તેમાં વધુ ઘટાડો થયો છે.

ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો

બદલાતી ખેતી પદ્ધતિને કારણે કૃષિ આવક દિન પ્રતિદિન વધી રહી છે. પરંતુ આ વર્ષે કુદરતના પ્રકોપે તમામ પાકોને લપેટમાં લીધા છે. ગત વર્ષે દેશમાં તલનું ઉત્પાદન 4 લાખ 39 હજાર 75 મેટ્રિક ટન થયું હતું. તેમજ આ વર્ષે પાક ગત વર્ષ કરતા વધુ છે પરંતુ માત્ર અનિયમિત વરસાદ અને બદલાયેલ વાતાવરણના કારણે ઉત્પાદનમાં અંદાજે 8 લાખ મેટ્રીક ટન જેટલો ઘટાડો થવાની ધારણા છે.

જેની અસર હવે ગયા વર્ષ દરમિયાન જોવા મળશે. ઉત્પાદક ખેડૂતોને પણ ઘણું નુકસાન થયું છે. આ વર્ષે કમોસમી વરસાદને કારણે માત્ર તલના ઉત્પાદનમાં જ ઘટાડો નથી થયો, પરંતુ ડુંગળી સહિત અન્ય પાકોમાં પણ ભારે ઘટાડાની આગાહી કરવામાં આવી રહી છે.

તલની ગુણવત્તા પ્રમાણે એક કિ.ગ્રાના ભાવ

જુલાઈ 95 – રૂ. 125

ઓગસ્ટ 100 રૂ.

સપ્ટેમ્બર 110 રૂ.

ઓક્ટોબર 125 રૂ.

નવેમ્બર 130 રૂ.

ડિસેમ્બર 130 રૂ.

વર્ષ તલનું ઉત્પાદન

2014-15  8,27,839

2015-16  8,50,070

2016-17  7,47,030

2017-18  7,55,430

2018-19  6,89,310

2019-20  5,13,750

2020-21  6,39,075

2021-22  3,25,000

ગુજરાતમાં માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જેમાં ગીરસોમનાથમાં સતત ત્રીજી વખત માવઠું થયું છે. જેથી ઘઉં, ચણા, ધાણા, કપાસ, ડુંગળી, લસણ સહિતના પાકને ભારે નુકશાન થયું છે. ખેડૂતો હવે કુદરત સાથે સરકારી સહાયથી વંચીત રહેતા નીરાશ જોવા મળી રહ્યા છે ખેતી કેમ કરવી તેના સામે સવાલ ઊભા થયા છે. ઓચિંતા વરસાદથી અને પવનથી ખેતીના પાકો જેવા કે ઘઉં ચણા ધાણા કપાસ ડુંગળી લસણ જેવા પાકો માં ખેડૂતોની ભારે મહેનત બાદ તેના પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળે છે.

આ પણ વાંચો : Sugarcane cultivation: ખેડૂતે 28 ફૂટ લાંબી શેરડી ઉગાડી, સાંઠાની લંબાઈ જોઈ સૌ કોઈ આર્શ્ચયમાં

આ પણ વાંચો : Mandi: અમરેલીની બાબરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 10110 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

g clip-path="url(#clip0_868_265)">