Onion Price: ઘણી મંડીઓમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 1 રૂપિયા થયો, જાણો ખેડૂતોએ શું કરવું જોઈએ?

ફરી એકવાર ડુંગળીના ભાવમાં (Onion Price) ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. ઘણી મંડીઓમાં ખેડૂતો (Farmers) 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે.

Onion Price: ઘણી મંડીઓમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 1 રૂપિયા થયો, જાણો ખેડૂતોએ શું કરવું જોઈએ?
Onion PriceImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 5:13 PM

એક સપ્તાહથી ભાવ વધાર્યા બાદ ફરી એકવાર ડુંગળીના ભાવમાં (Onion Price) ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. મહારાષ્ટ્રની ઘણી મંડીઓમાં ખેડૂતો (Farmers) 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા છે. ખાસ કરીને ઔરંગાબાદ અને સોલાપુરમાં સ્થિતિ સુધરી રહી નથી. શુક્રવારે રાજ્યની 8 મંડીઓમાં ડુંગળીનો લઘુત્તમ ભાવ 100 થી 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. મોટાભાગના ખેડૂતો પાસે ડુંગળીના સંગ્રહની વ્યવસ્થા નથી, તેથી તેઓ વરસાદ શરૂ થાય તે પહેલા બજારમાં માલ વેચવા માંગે છે. સવાલ એ છે કે સ્ટોરેજના અભાવે ખેડૂતો ક્યાં સુધી નુકસાન ભોગવીને ડુંગળીનું વેચાણ કરશે અને આ રીતે ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે.

વેપારીઓનું કહેવું છે કે કોઈપણ વસ્તુની કિંમત બજારમાં માગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. ડુંગળીની આવક વધી રહી છે, તો ભાવમાં રેકોર્ડ ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ 17 જૂને, સોલાપુર જિલ્લાની પંઢરપુર મંડીમાં માત્ર 437 ક્વિન્ટલ ડુંગળી આવી, છતાં ખેડૂતોને માત્ર 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો લઘુતમ ભાવ મળ્યો. એટલે કે 2 રૂપિયા પ્રતિ કિલો. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની પાસે ડુંગળીના સંગ્રહની સંપૂર્ણ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી વેપારીઓ મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમનું શોષણ કરવાનું બંધ કરશે નહીં.

આખરે ઓછા ભાવની સમસ્યાનો ઉકેલ શું છે

મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદક સંગઠનના પ્રમુખ ભરત દિઘોલે કહે છે કે મોટાભાગની જગ્યાએ ડુંગળીના ભાવમાં સુધારો થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ નબળી ગુણવત્તાના કારણે ભાવ પણ ઓછા મળી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ભાવ આગામી થોડા દિવસોમાં ટ્રેક પર રહેશે. જો સરકાર ઇચ્છે તો આ સમસ્યાનો આસાનીથી ઉકેલ લાવી શકે છે. વધુને વધુ ખેડૂતોના ઘર પર સ્ટોરેજ બનાવી દો. આ માટે ખેડૂતોને 2 થી 3 લાખ રૂપિયાની મદદ કરવી જોઈએ. જ્યારે તમામ ખેડૂતો પાસે સ્ટોરેજની સંપૂર્ણ વ્યવસ્થા હશે, ત્યારે કોઈ વેપારી આટલી ઓછી કિંમત ચૂકવશે નહીં. કારણ કે જો ભાવ ઓછા હશે તો ખેડૂત ડુંગળીને બજારમાં નહીં લઈ જાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ કારણથી પણ ભાવ નીચે ગયા

આ વર્ષે દેશમાં ડુંગળીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. ગયા વર્ષે એટલે કે 2020-21માં 26.6 મિલિયન ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. જ્યારે 2021-22માં ઉત્પાદન 31.1 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. વધુ ઉત્પાદનની અસર પણ ભાવ પર જોવા મળી રહી છે. હવે આ સમસ્યાનો સામનો કરવા માટે મહારાષ્ટ્રના ખેડૂતો ડુંગળીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ના દાયરામાં લાવવાની માગ કરી રહ્યા છે. દિઘોલે કહે છે કે જો સરકાર પડતર પ્રમાણે ડુંગળીની લઘુત્તમ કિંમત નક્કી કરે તો ખેડૂતોની આવકમાં વધારો થશે. નહીં તો હાલની વ્યવસ્થામાં 1-2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચીને આવક કેવી રીતે વધશે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">