PM Kisan: અહીં 22,969 ‘મૃત’ લોકોએ પણ લઈ લીધો પીએમ કિસાન યોજનાનો લાભ

હયાત ન હોય એ લોકો પણ સન્માન નિધિના 6000 રૂપિયા લેતા હતા, જેઓ આવકવેરો પણ ભરે છે. 22,969 મૃતકોના નામે પણ ફંડ બહાર પાડવામાં આવ્યું હતું અને તેમના પરિવારોએ પૈસા ઉપાડી લીધા હતા. જેની રિકવરી થઈ રહી છે.

PM Kisan: અહીં 22,969 'મૃત' લોકોએ પણ લઈ લીધો પીએમ કિસાન યોજનાનો લાભ
symbolic image Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 1:26 PM

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના(PM kisan Samman Nidhi Yojana)માં મોટી છેતરપિંડી સામે આવી છે. જિલ્લામાં આ યોજના હેઠળ 37,963 ખેડૂતો (Farmers)અપાત્ર જણાયા છે. તેમાંથી તે ખેડૂતો સન્માન નિધિના 6000 રૂપિયા પણ લેતા હતા, જેઓ આવકવેરો ભરે છે. 22,969 મૃતકોના નામે પણ ફંડ બહાર પાડવામાં આવ્યું હતું અને તેમના પરિવારોએ પૈસા ઉપાડી લીધા હતા. જેની રિકવરી થઈ રહી છે એટલું જ નહીં, ભૂમિહીન પણ કિસાન સન્માન નિધિમાંથી પૈસા લઈ રહ્યા છે. હરદોઈ જિલ્લાના 6 લાખ 78 હજાર 770 ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો મોકલવામાં આવશે.

અહીં PM કિસાન સન્માન નિધિ યોજનામાં કુલ 7 લાખ 59 હજાર 541 ખેડૂતો નોંધાયેલા છે. જિલ્લામાં 106 મૃતકોના પરિવારજનો પાસેથી કિસાન સન્માન નિધિની રિકવરી કરવામાં આવી ચૂકી છે. આ બાબતે વિગતવાર માહિતી આપતા નાયબ કૃષિ નિયામક ડૉ.નંદકિશોરે જણાવ્યું હતું કે નોંધાયેલા લોકોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. મેમાં 2707 અપાત્ર જણાયા હતા. જેમાં આવકવેરા ભરનારાઓ પણ હતા.અને સાથે જ પતિ-પત્નીને કિસાન સન્માન નિધિનો લાભ પણ મળી રહ્યો હતો.

કેટલી થઈ રિકવરી

જિલ્લામાં કુલ 106 મૃતકોના પરિજનોએ ગેરકાયદેસર રીતે 6,26,000 રૂપિયા ઉપાડી લીધા છે. કિસાન સન્માન નિધિના રૂપમાં ખોટી રીતે મેળવેલા પૈસા વસૂલ કરવામાં આવ્યા છે. અન્ય અપાત્ર વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે કિસાન સન્માન નિધિના પાત્રોની ચકાસણીની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આવનારા સમયમાં વધુ અપાત્ર લોકો સામે આવી શકે છે. સરકારના ઇરાદા મુજબ દરેક પાસેથી વસૂલાતની કામગીરી કરવામાં આવશે. નંદકિશોરે જણાવ્યું હતું કે જિલ્લાના 19 બ્લોકમાં લાભાર્થીઓ દ્વારા કિસાન સન્માન નિધિની જે રકમ મળી રહી છે તેના પર નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અપાત્ર નાણા લઈ ન શકે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

22,969 મૃતકોના પરિવારને પૈસા મળ્યા

નંદકિશોરે જણાવ્યું કે વેરિફિકેશનની પ્રક્રિયા એ જ રીતે ચાલુ રહેશે. અત્યાર સુધી કરાયેલા કુલ ઓડિટમાં 22,969 મૃતકોને લાભ મળ્યો છે. આ તમામના પરિવારજનો પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે. આ સાથે પીએમ કિસાન પોર્ટલ પરથી અપાત્ર લોકોના નામ હટાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. જિલ્લામાં કિસાન સન્માન નિધિનો લાભ લેવા માટે 11965 ખેડૂતોએ અરજી કરી છે.

પાત્ર ન હોય તે ખુદ રિફંડ કરી દે

નવા અરજદારોએ આપેલા પેપરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. વેરિફિકેશન બાદ પીએમ કિસાન સન્માન નિધિનો લાભ પાત્ર લોકોને આપવામાં આવશે. કોઈપણ પાત્ર વ્યક્તિ આ યોજનાથી વંચિત રહેશે નહીં. ત્યારે જિલ્લા અધિકારી અવિનાશ કુમારે કહ્યું કે જેઓ અપાત્ર કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે તેઓ પોતે પૈસા પરત કરે તો સારું રહેશે. અન્યથા બાદમાં દોષિત ઠરશે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. પીએમ કિસાન પોર્ટલ પર રિફંડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">