AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paddy Farming: અલ નીનોની આગાહી છતાં ડાંગરના વાવેતર વિસ્તારમાં બમ્પર વધારો, મોંઘવારી પર લાગશે બ્રેક?

કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 23.7 મિલિયન હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે સમાન સમયગાળા દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં 1.71% વધુ છે. કૃષિ તજજ્ઞો કહે છે કે ગત વર્ષની સરખામણીમાં ચોખાના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

Paddy Farming: અલ નીનોની આગાહી છતાં ડાંગરના વાવેતર વિસ્તારમાં બમ્પર વધારો, મોંઘવારી પર લાગશે બ્રેક?
Paddy Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 5:42 PM
Share

ચોમાસાની શરૂઆત સાથે શરૂ થયેલા ભારે વરસાદથી (Heavy Rain) શાકભાજી અને બાગાયતી પાકોને ઘણું નુકસાન થયું હશે, પરંતુ ખરીફ પાકો માટે આ વરદાનથી ઓછું નથી. ખાસ કરીને જુલાઇ માસના શરૂઆતના સપ્તાહમાં પડેલા મુશળધાર વરસાદને કારણે ડાંગર (Paddy) પકવતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. પાણીની સારી વ્યવસ્થાને કારણે તેઓ ડાંગરની રોપણી ખૂબ જ ઝડપથી કરી રહ્યા છે.

ગયા વર્ષની સરખામણીમાં 1.71% વધુ વાવેતર થયું

કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 23.7 મિલિયન હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે સમાન સમયગાળા દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં 1.71% વધુ છે. આવી સ્થિતિમાં કૃષિ તજજ્ઞો કહે છે કે જો આવો જ વરસાદ થાય અને ખેડૂતો ડાંગરની રોપણી કરતા રહે તો ગત વર્ષની સરખામણીમાં ચોખાના ઉત્પાદનમાં બમ્પર વધારો થઈ શકે છે. આનાથી સરકારને મોંઘવારી પર અંકુશ લાવવામાં અમુક અંશે મદદ મળશે.

ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

તાજેતરમાં, ભારત સરકારે ચોખાના વધતા ભાવને રોકવા માટે તમામ પ્રકારના નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ ખરીફ સિઝનમાં ડાંગરના વિસ્તારમાં વધારો થવાના સમાચાર કેન્દ્ર સરકાર માટે રાહતથી ઓછા નથી.

સામાન્ય કરતાં 10% ઓછો વરસાદ નોંધાયો

ખેડૂતો 1 જૂનથી ચોખા, મકાઈ, કપાસ, સોયાબીન, શેરડી અને મગફળી સહિતના અન્ય પાકોનું વાવેતર કરવાનું શરૂ કરે છે, જે જુલાઈ અને ઓગસ્ટ મહિના સુધી ચાલુ રહે છે. ભારતમાં ઓગષ્ટ સુધી તમામ રાજ્યોમાં સમયાંતરે વરસાદ પડે છે, જેના કારણે ખરીફ પાકને સમયસર સિંચાઈ માટે પાણી મળે છે. આ વખતે જૂન મહિનામાં દેશમાં સામાન્ય કરતાં 10% ઓછો વરસાદ નોંધાયો હતો.

મકાઈનું વાવેતર 6.9 મિલિયન હેક્ટરમાં થયું

હવામાન વિભાગે અલ નીનો વિશે આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે જુલાઈ મહિનામાં અલ નીનોની સ્થિતિ મજબૂત બની શકે છે, જેના કારણે વરસાદ ઘણો ઓછો થશે. પરંતુ આવું ન થયું. જુલાઈ મહિનામાં ઘણા રાજ્યોમાં વધુ વરસાદ થયો હતો. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું પહોંચ્યું હતું.

આ પણ વાંચો : Tomato Price: આ રાજ્યમાં ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો

એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોએ 17.1 મિલિયન હેક્ટરમાં સોયાબીન સહિત તેલીબિયાં પાકોની વાવણી કરી હતી, જે ગયા વર્ષ કરતાં 2.3% વધુ છે. મકાઈનું વાવેતર 6.9 મિલિયન હેક્ટરમાં થયું છે. તેવી જ રીતે કપાસના વાવેતર વિસ્તારમાં પણ નજીવો ઘટાડો નોંધાયો છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">