AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: આ રાજ્યમાં ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો

તમામ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ જો ટામેટાની વાત કરવામાં આવે તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ છે. ખાવા-પીવાની એક વસ્તુ સસ્તી થાય છે તો બીજી વસ્તુ મોંઘી થાય છે.

Tomato Price: આ રાજ્યમાં ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો
Tomato Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:22 PM
Share

દેશમાં તમામ લીલા શાકભાજીના ભાવમાં (Vegetables Price) વધારો થયો છે. તેમાં પણ જો ટામેટાની (Tomato) વાત કરવામાં આવે તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ છે. ખાવા-પીવાની એક વસ્તુ સસ્તી થાય છે તો બીજી વસ્તુ મોંઘી થાય છે. તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં ટામેટાના ભાવમાં ઘટાડા બાદ ફરી એકવાર 100% નો વધારો નોંધાયો છે. અહીં ટામેટાનો ભાવ 20 રૂપિયા થયો છે.

ટામેટાના ભાવ 7 દિવસમાં બમણા થયા

એક સપ્તાહ પહેલા અદિલાબાદના રાયથુ માર્કેટમાં એક કિલો ટામેટા 100 રૂપિયામાં વેચાતા હતા. પરંતુ 7 દિવસ પછી તેની કિંમત બમણી થઈ ગઈ. રાયથુ માર્કેટમાં એક કિલો ટામેટાની કિંમત 200 રૂપિયા થઈ છે. જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ફરી એકવાર બગડ્યું છે. આદિલાબાદ જિલ્લામાં દરરોજ લગભગ 50 ટન ટામેટાનો વપરાશ થતો હતો. પરંતુ, ભાવ વધારાના કારણે વપરાશમાં ઘટાડો થયો છે.

ટામેટાના બદલે દહીં અને આમલીનો ઉપયોગ

લોકો શાક બનાવવા તેમજ સલાડ અને કરી બનાવવા માટે ટામેટાનો ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાના કારણે લોકો ટામેટાનો ઓછો ઉપયોગ કરે છે. સાથે જ એવા અનેક પરિવારો છે જેમણે ભાવ વધારા બાદ ટામેટાની ખરીદી બંધ કરી દીધી છે. તેઓ ટામેટાના બદલે દહીં અને આમલીનો ઉપયોગ કરી રહ્યા છે.

20,000 એકરમાં થાય છે ટામેટાની ખેતી

અદિલાબાદ જિલ્લામાં લગભગ 20,000 એકરમાં ટામેટાની ખેતી થાય છે. પરંતુ, યોગ્ય ભાવ ન મળવાને કારણે તેનો વિસ્તાર ઘટી રહ્યો છે. જિલ્લામાં ઉત્પાદિત થતા ટામેટા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં બજારમાં પહોંચી જાય છે. ત્યારે તેનો ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હોય છે. ત્યારબાદ જો અન્ય રાજ્યોમાંથી ટામેટાનો પુરવઠો આવે તો ભાવમાં વધુ ઘટાડો થાય છે.

આ પણ વાંચો : Ginger Farming: જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આદુની આ જાતોની વાવણી કરો, ખેડૂતોને મળશે બમ્પર ઉત્પાદન

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી સમગ્ર દેશમાં ટામેટાની સપ્લાય કરવામાં આવી રહી છે. દેશના ઘણા ખેડૂતો ટામેટા વેચીને કરોડપતિ બની ગયા છે. અત્યારે ઘણા રાજ્યોમાં 25 કિલો ટામેટાની કિંમત 2,500-3,000 રૂપિયા છે. હવે, જથ્થાબંધ વેપારીઓ તે રાજ્યોમાંથી ટામેટા ખરીદી રહ્યા છે અને 25 કિલો રૂ.3500-4000માં વેચી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં ભાવ ઘટશે તેવી લોકોને આશા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">