AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture Technology: એપ દ્વારા પાંદડાના ફોટોથી જાણી શકાશે બટાટાના છોડમાં રોગ વિશે, જાણો કેવી રીતે

સામાન્ય રીતે બટાકાના પાકને બ્લાઈટ (Blight)રોગ થાય છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો અઠવાડિયામાં આખો પાક બગડી જાય છે. તેને તપાસવા માટે નિષ્ણાતોએ ફિલ્ડમાં જવું પડે છે.

Agriculture Technology: એપ દ્વારા પાંદડાના ફોટોથી જાણી શકાશે બટાટાના છોડમાં રોગ વિશે, જાણો કેવી રીતે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:15 PM
Share

બટાકાના છોડના પાનનો ફોટો હવે પાકમાં થતા રોગ વિશે માહિતી આપશે. આઈઆઈટી (IIT) મંડી અને સેન્ટ્રલ પોટેટો રિસર્ચ સેન્ટર (CPRI)શિમલાના સંશોધકોએ એક મોબાઈલ એપ તૈયાર કરી છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પાંદડાનો ફોટો લેતાની સાથે જ છોડના રોગ કે સ્વાસ્થ્ય વિશે જાણકારી મળી જશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તેના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. સામાન્ય રીતે બટાકાના પાક(Potato Crop)ને બ્લાઈટ (Blight)રોગ થાય છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો અઠવાડિયામાં આખો પાક બગડી જાય છે. તેને તપાસવા માટે નિષ્ણાતોએ ફિલ્ડમાં જવું પડે છે. તેનો રોગ નજીકની તપાસ પર જ શોધી શકાય છે. ત્યારે નવી ટેક્નોલોજીથી માત્ર પાંદડાના ફોટાથી જ ખબર પડશે કે પાક રોગગ્રસ્ત છે કે નહીં.

અગાઉ સંશોધકોએ જટિલ કોમ્પ્યુટેશનલ મોડલથી કોમ્પ્યુટર એપ તૈયાર કરી છે, પરંતુ એપના વધુ એમબીના કારણે સામાન્ય ખેડૂતોને યોગ્ય લાભ મળતો ન હતો. હવે આઈઆઈટીની ટીમે આ એપને લગભગ દસ એમબી જેટલી નાની બનાવી છે, જેથી તેને સ્માર્ટફોન પર એપ્લિકેશન તરીકે સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય. તેને કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ટ્રાયલ માટે પણ મંજૂરી આપી દીધી છે.

આ એપ સામાન્ય ખેડૂતો માટે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં આ મોડલ કાર્યરત થાય તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 2.4 લાખ હેક્ટર જમીન પર બટાકાની ખેતી થાય છે. વાર્ષિક ઉત્પાદન આશરે 24.4 લાખ ટન છે. બ્લાઈટ રોગ 20 થી 30 ટકા ઉપજને અસર કરે છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે.

આ કાર્ય આઇઆઇટી મંડીના સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર, ડૉ. શ્રીકાંત શ્રીનિવાસનની દેખરેખ હેઠળ CPRI શિમલા સાથે મળીને કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીએ પાંદડાના રોગગ્રસ્ત ભાગોને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. તેના 95% પરિણામો સકારાત્મક આવ્યા છે. (લક્ષ્મીધર બહારા, ડાયરેક્ટર IIT મંડી)

આ રીતે કામ કરશે

આ એપ વડે રોગગ્રસ્ત દેખાતા પાંદડાઓનો ફોટો લઈને, આ એપ રીયલ ટાઈમમાં પુષ્ટિ કરશે કે પાંદડાને નુકસાન થઈ રહ્યું છે કે નહીં. આ સાથે, ખેડૂતને સમયસર ખબર પડશે કે ખેતરમાં રોગ અટકાવવા માટે ક્યારે છંટકાવ કરવો, જેથી પાક બગડે નહીં.

આ પણ વાંચો: Success Story: મર્ચન્ટ નેવીમાંથી રિટાયર થયા બાદ શરૂ કરી ખેતી, પોલીહાઉસમાં કાકડી અને ટામેટાના પાક દ્વારા કરી લાખોની કમાણી

આ પણ વાંચો: Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">