Kusum Yojana: સરકાર હવે સિંચાઈ માટે પણ આપશે પૈસા, ડીઝલનો ખર્ચ અને વીજળીના બિલની થશે બચત

કેન્દ્ર સરકાર (Central Government) હંમેશા ખેડૂતોની મદદ માટે તત્પર હોય છે. ગરીબ અને સીમંત ખેડૂતો (Farmers) માટે અનેક યોજના ચલાવી રહી છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી (Farming) કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઘણીવાર ખેડૂતોને ખેતરમાં પાકને પિયત કરવામાં […]

Kusum Yojana:  સરકાર હવે સિંચાઈ માટે પણ આપશે પૈસા, ડીઝલનો ખર્ચ  અને વીજળીના બિલની થશે બચત
Kusum Yojana (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 7:34 AM

કેન્દ્ર સરકાર (Central Government) હંમેશા ખેડૂતોની મદદ માટે તત્પર હોય છે. ગરીબ અને સીમંત ખેડૂતો (Farmers) માટે અનેક યોજના ચલાવી રહી છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી (Farming) કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. ઘણીવાર ખેડૂતોને ખેતરમાં પાકને પિયત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે, કારણ કે ક્યારેક વધુ વરસાદને કારણે પાક બગડી જાય છે, તો ક્યારેક ઓછા વરસાદને કારણે પાક સુકાઈ જાય છે.

ખેડૂતોની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ‘કુસુમ યોજના’ (Kusum Yojana)ની શરૂઆત કરી છે. આ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીન પર સોલાર પેનલ લગાવીને ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ માટે કરી શકે છે.

કુસુમ યોજનાના લાભો (Benefits of Kusum Yojana) આ યોજના હેઠળ ખેડૂત પોતાની જમીનમાં સૌર ઉર્જાનાં સાધનો અને સોલાર પંપ લગાવીને ખેતરમાં સરળતાથી સિંચાઈ કરી શકે છે. ‘પ્રધાનમંત્રી-કુસુમ યોજના’ દ્વારા કેન્દ્ર સરકાર પહેલાથી જ ખેડૂતોના ડીઝલ પંપને સોલર પંપમાં રૂપાંતરિત કરવા અને નવા સોલર પંપ સ્થાપિત કરવા પર કામ કરી રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હવે સરકાર એગ્રીકલ્ચર ફીડરનું સોલારાઇઝેશન (Solarization of Agricultural Feeders) કરવા જઈ રહી છે. જેની મદદથી વીજળીની બચત સાથે ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે પૂરતી વીજળી પણ મળશે.

આ અંગે માહિતી આપતા રિન્યુએબલ એનર્જી મંત્રાલયના સંયુક્ત સચિવ અમિતેશ કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે આનાથી માત્ર ખેડૂતોને જ ફાયદો થશે નહીં, અને તેની સાથે રાજ્ય સરકારોની સબસિડીના નાણાંની પણ બચત થશે.

કુસુમ યોજનામાંથી કમાણી કેવી રીતે કરવી આ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીન પર સોલાર પેનલ લગાવી શકશે. તેમાંથી ઉત્પન્ન થતી વીજળીનો ખેતીમાં ઉપયોગ કરવાની સાથે ખેડૂતોની જમીન પર ઉત્પન્ન થતી વીજળી તેનાથી દેશના ગામડાઓમાં પણ 24 કલાક વીજળીનો પુરવઠો શક્ય બની શકશે. આ ઉપરાંત ખેડૂતો વધારાની વીજળી ઉત્પન્ન કરીને તેને ગ્રીડમાં મોકલીને તેને કમાણીનું માધ્યમ પણ બનાવી શકે છે.

કુસુમ યોજના 90 ટકા ખર્ચ સરકાર અને બેન્ક ઉઠાવશે આ સ્કીમ દ્વારા સોલાર પ્લાન્ટ લગાવવા માટે તમારે માત્ર 10 ટકા પૈસા ચૂકવવા પડશે. બાકીનો 90 ટકા ખર્ચ સરકાર અને બેંક બંને ઉઠાવશે.

આ યોજના હેઠળ ખેડૂતોને સબસિડી પર સોલાર પેનલ આપવામાં આવે છે. આમાં રાજ્ય સરકારો સોલાર પેનલ પર 60 ટકા સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. તો તે જ સમયે બેંક દ્વારા 30 ટકા સબસિડી આપવામાં આવે છે.

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોનના કારણે યુરોપમાં આવશે વાયરસનું ‘તોફાન’, WHOએ ચેતવણી આપી કહ્યું કે, વેરિઅન્ટના ફેલાય નહીં તે માટે પગલા લો

આ પણ વાંચો : Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">