ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં થતાં ફેરફારની અસર પાકના ઉત્પાદન પર પડી શકે છે. આવી સ્થિતિમાં પાકમાં રોગ (Disease And Pest Outbreaks In Crops) અને જીવાતનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન ક્ષમતા ઘટી શકે છે, તેથી પાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં પાકમાં આ બાબતોનું રાખે ધ્યાન, ઉપજમાં થશે વધારો
Lady Finger Crop (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 8:52 AM

એક તરફ ફેબ્રુઆરી મહિનો શાકભાજીની વાવણી માટે સારો માનવામાં આવે છે તો બીજી તરફ ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં બદલાવના કારણે અનેક રોગો અને જીવાતની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનના વૈજ્ઞાનિકો (ICAR-Indian Agricultural Research Institute)એ ખેડૂતોને તેમના પાકને રોગો અને જીવાતોના ભયથી બચાવવા માટે જરૂરી સલાહ આપી છે.

કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં થતા ફેરફારની અસર પાકના ઉત્પાદન પર પડી શકે છે. આવી સ્થિતિમાં પાકમાં રોગ (Disease And Pest Outbreaks In Crops) અને જીવાતનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન ક્ષમતા ઘટી શકે છે, તેથી પાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

પાકમાં રોગો અને જીવાતો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી સમયમાં વરસાદની સંભાવના વધી શકે છે, તેથી આવી સ્થિતિમાં જે ખેડૂતોનો પાક ખેતરમાં ઉભો છે, તેઓએ કોઈપણ રીતનો છંટકાવ કરવો જોઈએ નહીં. તેમજ પિયત ન આપવું જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘઉંમાં પીળી રસ્ટ રોગનું જોખમ

આ સિઝનમાં ઘઉંના પાકમાં પીળી રસ્ટ (Yellow Rust Disease) રોગનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં પાક પર ખાસ દેખરેખ રાખો, તેમજ પીળી રસ્ટના રોગના કિસ્સામાં ડાયથેન M-45 2.5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં છંટકાવ કરો.

ચણામાં પોડ બોરર રોગ

આ સિઝનમાં ચણાના પાકમાં પોડ બોરર (Pod Borer Disease in Gram) જીવાતનો પ્રકોપ વધવાની સંભાવના છે. આ જીવાતો સામે રક્ષણ મેળવવા માટે જ્યાં છોડમાં 40-45% ફૂલો ખીલ્યા હોય તેવા ખેતરોમાં એકર દીઠ 3-4 ફેરોમોન ટ્રેપ લગાવો. આ સિવાય ખેતરમાં અલગ-અલગ જગ્યાએ પક્ષીઓ માટે “T” આકારના ઘર મુકવા જોઈએ.

બટાકામાં લેટ ઝુલસા રોગ

આ દિવસોમાં બટાકામાં લેટ ઝુલસા (Late Jhulsa Disease In Potato) રોગનું જોખમ પણ રહેલું છે. આવી સ્થિતિમાં જો શરૂઆતના લક્ષણો દેખાય તો કેપ્ટાન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ભેળવીને પાકમાં છંટકાવ કરવો જોઈએ.

વાવણીની સલાહ

ભીંડાની જાતોની પસંદગી

શાકભાજી વાવવા માટે ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિનો છે, તેથી આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે ખેડૂતો આ દિવસોમાં વહેલી તકે ભીંડાની વાવણી કરી શકે છે. A-4, પરબની ક્રાંતિ, અરકા અનામિકા વગેરે જેવી જાતો ભીંડાની વહેલી વાવણી માટે શ્રેષ્ઠ છે. તેમની વાવણી માટે દેશી ખાતર ઉમેરીને તૈયાર કરીને ખેતરો તૈયાર કરો.

આ શાકભાજી વાવી શકાય

કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે મરચા, ટામેટાં, રીંગણ વગેરે શાકભાજી વાવી શકાય છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: જીપને ધક્કો મારી રહેલા લોકો પર શખ્સે કરી જોરદાર દેશી કોમેન્ટ્રી, જુઓ વીડિયો

આ પણ વાંચો: Laptop Tips and Tricks: જૂના લેપટોપની સ્લો સ્પીડથી છો પરેશાન તો આ રીતે કરો તેને ફાસ્ટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">